ભજનાવલિ

A Collection of 68 Bhajans, Kirtans & Aartis · ગુજરાતી · English

Shri Sudhirchandra Motibhai Patel

A TRIBUTE · IN LOVING MEMORY

સ્વ. શ્રી સુધીરચંદ્ર મોતીભાઈ પટેલ (UK)

Late Shri Sudhirchandra Motibhai Patel

24/05/1938  –  07/08/2020

સંકલન · Collated by
Rakesh Sudhirchandra Patel

Sing along on www.bhajanbook.com

સ્વાગતમ્ · WELCOME

જય શ્રી કૃષ્ણJai Shri Krishna
જય સ્વામિનારાયણJay Swaminarayan
જય જિનેન્દ્રJai Jinendra
જય માતાજીJai Mataji
યા અલી મદદYa Ali Madad
હર હર મહાદેવHar Har Mahadev
સાહેબજીSahebji

WITH COMPLIMENTS OF

Rakesh & Renu Patel
Sandeep & Shoba Patel
Jamie, Shivam, Marsiya and Mia Patel

ભજનાવલિ

BHAJANAVALI

૬૮ ભજન · કીર્તન · આરતી

વિભાગ ૧ · SECTION 1

સર્વ પ્રસંગે

For Every Occasion

દરેક પ્રસંગે ગવાતાં
The six sung at every gathering

અનુક્રમ · Contents

1.
શ્રી હનુમાન ચાલીસાShri Hanuman Chalisa
6
2.
ૐ જય જગદીશ હરે (આરતી)Om Jai Jagdish Hare (Aarti)
10
3.
વૈષ્ણવ જન તોVaishnav Jan To
12
4.
રઘુપતિ રાઘવ રાજા રામRaghupati Raghav Raja Ram
14
5.
ગાયત્રી મંત્રGayatri Mantra
16
6.
શ્રી રામ સ્તુતિ (પ્રાર્થના)Shri Ram Stuti (Prayer)
18
5

શ્રી હનુમાન ચાલીસા

દોહા

શ્રી ગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુર સુધારિ,
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ.
બુદ્ધિહીન તનુ જાનિકૈ, સુમિરૌં પવનકુમાર,
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ વિકાર

ચોપાઈ

જય હનુમાન ! જ્ઞાન ગુન સાગર, જય કપીશ તિહું લોક ઉજાગર.
રામદૂત અતુલિત બલ ધામા, અંજનીપુત્ર પવનસુત નામા.
મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી,
કંચન બરન બિરાજ સુવેસા, કાનન કુંડલ કુંચિત કેસા.
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ, કાંધે મૂંજ જનેઊ સાજૈ.
શંકર સુવન કેસરીનંદન, તેજ પ્રતાપ મહા જગ વંદન.
વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર.
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા.
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા, બિકટ રૂપ ધરિ લંક જલાવા.
ભીમ રૂપ ધરિ અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સંવારે.
લાય સજીવન લખન જિયાયે, શ્રી રઘુવીર હરષિ ઉર લાયે.
રઘુપતિ કીન્હી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ
સહસ્ત્ર બદન તુમ્હારો જસ ગાવૈં, અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં.
સનકાદિક બ્રહ્માદિ મુનીશા, નારદ શારદ સહિત અહીસા.
યમ કુબેર દિગપાલ જહાં તે, કબિ કોબિદ કહિ સકૈ કહાં તે,
તુમ ઉપકાર સુગ્રીવહીં કીન્હા, રામ મિલાય રાજપદ દીન્હા
તુમ્હારો મંત્ર બિભીષન માના, લંકેશ્વર ભયે સબ જગ જાના.

6
1

Shri Hanuman Chalisa

DOHA

Shri Guru Charan Saroj-Raj, Nij Manu Mukuru Sudhari,
Baranaun Raghubar Bimal Jas, Jo Dayak Fal Chari.
Buddhi-Hin Tanu Janikei, Sumiro Pavan-Kumar,
Bal Buddhi Vidya Dehu Mohin, Harahu Kales Vikar.

CHOPAI

Jay Hanuman, Gyan Gun-Sagar, Jay Kapish Tinhu Lok-Ujagar.
Ram-Doot Atulit Bal Dhama, Anjani-Putra Pavan-Sut Nama.
Mahabir Vikram Bajarangi, Kumati Nivar Sumati Ke Sangi.
Kanchan Baran Biraj Subesa, Kanan Kundal Kunchit Kesa.
Hath Bajra Aur Dhwaja Birajei, Kandhe Moonj Jane'u Sajei.
Shanker Suvan Kesari-Nandan, Tej Pratap Maha Jaga-Vandan.
Vidyavan Guni Ati Chatur, Ram Kaj Karibe Ko Atur.
Prabhu-Charitra Sunibe Ko Rasiya, Ram Lakhan Sita Man Basiya.
Sukshma Rup Dhari Siyahin Dikhava, Bikat Rup Dhari Lank Jalawa.
Bhim Rup Dhari Asur Sanhare, Ramachandra Ke Kaj Sanware.
Lay Sajiwan Lakhan Jiyaye, Shri Raghuvir Harashi Ura Laye.
Raghupati Kinhi Bahut Badai, Tum Mam Priya Bharat Sam Bhai.
Sahastra Badan Tumharo Jas Gave, As Kahi Shripati Kanth Lagave.
Sanakadik Brahmadi Munisha, Narad Sharad Sahit Ahisa.
Yam Kuber Digpal Jahan Te, Kabi Kobid Kahi Sake Kahan Te.
Tum Upakar Sugrivahin Kinha, Ram Milay Raj-Pad Dinha.
Tumharo Mantra Bibhishan Mana, Lankeshvar Bhae Sab Jag Jana.

7

શ્રી હનુમાન ચાલીસા (ચાલુ)

યુગ સહસ્ત્ર જોજન પર ભાનૂ, લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માંહી, જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં
દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે.
રામ દુવારે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે
સબ સુખ લહૈ તુમ્હારી શરના, તુમ રક્ષક કાહૂ કો ડરના.
આપન તેજ સમ્હારો આપૈ, તીનોં લોક હાંક તેં કાંપૈ.
ભૂત પિશાચ નિકટ નહીં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ.
નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા.
સંકટ સે હનુમાન છુડાવૈ, મન કર્મ વચન ધ્યાન જો લાવૈ.
સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા.
ઔર મનોરથ જો કોઈ લાવે, તાસુ અમિત જીવન ફલ પાવે.
ચારોં જુગ પ્રતાપ તુમ્હારા, હૈ પરસિદ્ધ જગત ઉજિયારા.
સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે.
અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા, અસ બર દીન જાનકી માતા.
રામ રસાયન તુમ્હારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા
તુમ્હારો ભજન રામ કો પાવૈ, જનમ-જનમ કે દુઃખ બિસરાવૈ
અંતકાલ રઘુબર પુર જાઈ, જહાં જન્મ હરિ-ભક્ત કહાઈ.
ઔર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમંત સેઈ સર્વ સુખ કરઈ.
સંકટ કટૈ મિટૈ સબ પીરા, જો સુમિરૈ હનુમંત બલબીરા.
જૈ જૈ જૈ હનુમાન ગોસાંઈ, કૃપા કરહુ ગુરુદેવ કી નાંઈ.
જો શત બાર પાઠ કરે કોઈ, છૂટહિ બંદિ મહા સુખ હોઈ.
જો યહ પઢૈ હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા.
તુલસીદાસ સદા હરિ ચેરા, કીજૈ નાથ હૃદય મહીં ડેરા.

દોહા

પવનતનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ;
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ.

8
1

Shri Hanuman Chalisa (contd.)

Yuga Sahasra Jojan Par Bhanu, Lilyo Tahi Madhur Fal Janu.
Prabhu Mudrika Meli Mukh Manhi, Jaladhi Langhi Gaye Acharaj Nahin.
Durgam Kaj Jagat Ke Jete, Sugam Anugrah Tumhare Tete.
Ram Duware Tum Rakhware, Hota Na Agna Binu Peisare.
Sab Sukh Lahei Tumhari Sarana, Tum Rakshak Kahu Ko Darana.
Apan Tej Samharo Apei, Tinon Lok Hank Te Kanpei.
Bhoot Pishach Nikat Nahin Avei, Mahavir Jab Nam Sunavei.
Nasei Rog Harei Sab Pira, Japat Nirantar Hanumant Bira.
Sankat Se Hanuman Chhudavei, Man Karm Bachan Dhyan Jo Lavei.
Sab Par Ram Tapaswi Raja, Tinake Kaj Sakal Tum Saja.
Aur Manorath Jo Koi Lavei, Tasu Amit Jivan-Fal Pavei.
Charon Jug Paratap Tumhara, Hei Parasiddha Jagat Ujiyara.
Sadhu-Sant Ke Tum Rakhaware, Asur-Nikandan Ram-Dulare.
Ashta Siddhi Nou Nidhi Ke Data, As Bar Din Janaki Mata.
Ram Rasayana Tumhare Pasa, Sada Raho Raghupati Ke Dasa.
Tumharo Bhajan Ram-Ko Pavei, Janam Janam Ke Dukh Bisaravei.
Antakal Raghubar Pur Jai, Jahan Janma Hari-Bhakta Kahai.
Aur Devata Chitta Na Dharai, Hanumant Sei Sarva Sukha Karai.
Sankat Katei Mitei Sab Pira, Jo Sumirei Hanumant Bala-Bira.
Jei Jei Jei Hanuman Gosain, Krupa Karahu Gurudev Ki Nayin.
Jo Shat Bar Path Kare Koi, Chhutahi Bandi Maha Sukh Hoi.
Jo Yah Padhei Hanuman Chalisa, Hoi Siddhi Sakhi Gaurisa.
Tulsidas Sada Hari Chera, Kijei Nath Hriday Mahin Dera.

DOHA

Pavana-Tanaya Sankat-Haran, Mangal Murati Rup,
Ram Lakhan Sita Sahit, Hriday Basahu Sur Bhoop.

9

ૐ જય જગદીશ હરે (આરતી)

ૐ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે ।
ભક્ત જનોં કે સંકટ, દાસ જનોં કે સંકટ,
ક્ષણ મેં દૂર કરે ॥ ૐ જય જગદીશ હરે ॥

જો ધ્યાવે ફલ પાવે, દુઃખ બિનસે મન કા ।
સ્વામી દુઃખ બિનસે મન કા ।
સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મિટે તન કા ॥ ૐ જય... ॥

માત પિતા તુમ મેરે, શરણ ગહૂં કિસકી ।
સ્વામી શરણ ગહૂં કિસકી ।
તુમ બિન ઔર ન દૂજા, આસ કરું જિસકી ॥ ૐ જય... ॥

તુમ પૂરણ પરમાત્મા, તુમ અંતરયામી ।
સ્વામી તુમ અંતરયામી ।
પારબ્રહ્મ પરમેશ્વર, તુમ સબ કે સ્વામી ॥ ૐ જય... ॥

તુમ કરુણા કે સાગર, તુમ પાલનકર્તા ।
સ્વામી તુમ પાલનકર્તા ।
મૈં મૂરખ ખલ કામી, કૃપા કરો ભર્તા ॥ ૐ જય... ॥

તુમ હો એક અગોચર, સબકે પ્રાણપતિ ।
સ્વામી સબકે પ્રાણપતિ ।
કિસ વિધ મિલૂં દયામય, તુમકો મૈં કુમતિ ॥ ૐ જય... ॥

દીનબંધુ દુઃખહર્તા, ઠાકુર તુમ મેરે ।
સ્વામી ઠાકુર તુમ મેરે ।
અપને હાથ ઉઠાઓ, દ્વાર પડા તેરે ॥ ૐ જય... ॥

વિષય વિકાર મિટાઓ, પાપ હરો દેવા ।
સ્વામી પાપ હરો દેવા ।
શ્રદ્ધા ભક્તિ બઢાઓ, સંતન કી સેવા ॥ ૐ જય... ॥

10
2

Om Jai Jagdish Hare (Aarti)

Om Jai Jagdish Hare, Swami Jai Jagdish Hare ।
Bhakta Jano Ke Sankat, Das Jano Ke Sankat,
Kshan Men Dur Kare ॥ Om Jai Jagdish Hare ॥

Jo Dhyave Fal Pave, Dukh Binase Man Ka ।
Swami Dukh Binase Man Ka ।
Sukh Sampatti Ghar Ave, Kasht Mite Tan Ka ॥ Om Jai... ॥

Mat Pita Tum Mere, Sharan Gahun Kiski ।
Swami Sharan Gahun Kiski ।
Tum Bin Aur Na Duja, Aas Karun Jiski ॥ Om Jai... ॥

Tum Puran Paramatma, Tum Antaryami ।
Swami Tum Antaryami ।
Par-Brahma Parameshwar, Tum Sab Ke Swami ॥ Om Jai... ॥

Tum Karuna Ke Sagar, Tum Palan-Karta ।
Swami Tum Palan-Karta ।
Main Murakh Khal Kami, Krupa Karo Bharta ॥ Om Jai... ॥

Tum Ho Ek Agochar, Sabke Pranpati ।
Swami Sabke Pranpati ।
Kis Vidh Milun Dayamay, Tumko Main Kumati ॥ Om Jai... ॥

Din-Bandhu Dukh-Harta, Thakur Tum Mere ।
Swami Thakur Tum Mere ।
Apne Hath Uthao, Dwar Pada Tere ॥ Om Jai... ॥

Vishay Vikar Mitao, Pap Haro Deva ।
Swami Pap Haro Deva ।
Shraddha Bhakti Badhao, Santan Ki Seva ॥ Om Jai... ॥

11

વૈષ્ણવ જન તો

વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ।
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે ॥
વૈષ્ણવ જન તો...

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે ।
વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે ॥
વૈષ્ણવ જન તો...

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે ।
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે ॥
વૈષ્ણવ જન તો...

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે ।
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે ॥
વૈષ્ણવ જન તો...

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે ।
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે ॥
વૈષ્ણવ જન તો...

12
3

Vaishnav Jan To

Vaishnav Jan To Tene Kahiye Je Pid Parai Jane Re ।
Par Dukhe Upkar Kare Toye Man Abhiman Na Aane Re ॥
Vaishnav Jan To...

Sakal Lok Man Sahune Vande, Ninda Na Kare Keni Re ।
Vach Kachh Man Nishchal Rakhe, Dhan Dhan Janani Teni Re ॥
Vaishnav Jan To...

Samdrashti Ne Trushna Tyagi, Par-Stri Jene Mat Re ।
Jihva Thaki Asatya Na Bole, Par-Dhan Nav Jhale Hath Re ॥
Vaishnav Jan To...

Moh Maya Vyape Nahi Jene, Drudh Vairagya Jena Man Man Re ।
Ram-Nam Shun Tali Re Lagi, Sakal Tirath Tena Tan Man Re ॥
Vaishnav Jan To...

Van-Lobhi Ne Kapat-Rahit Chhe, Kam Krodh Nivarya Re ।
Bhane Narsaiyo Tenun Darshan Karata, Kul Ekoter Tarya Re ॥
Vaishnav Jan To...

13

રઘુપતિ રાઘવ રાજા રામ

રઘુપતિ રાઘવ રાજા રામ, પતિતપાવન સીતારામ.
સીતારામ, સીતારામ, ભજ પ્યારે મન સીતારામ (૨)
રઘુપતિ રાઘવ રાજા રામ...

ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન (૨)
જય જય રઘુપતિ રાઘવ રાજા રામ...

સુખમેં તુલસી ઘટમેં રામ, જબ બોલો તબ સીતારામ (૨)
જય જય રઘુપતિ રાઘવ રાજા રામ...

હાથોં સે કરો ઘરકા કામ, મુખ સે બોલો સીતારામ (૨)
રઘુપતિ રાઘવ રાજા રામ...

કૌશલ્યાકા વ્હાલા રામ, દશરથજીકા પ્યારા રામ (૨)
રઘુપતિ રાઘવ રાજા રામ...

બંસીવાલા હૈ ઘનશ્યામ, ધનુષ્યધારી સીતારામ (૨)
રઘુપતિ રાઘવ રાજા રામ...

14
4

Raghupati Raghav Raja Ram

Raghupati Raghav Raja Ram, Patit-Pavan Sitaram
Sitaram, Sitaram, Bhaj Pyare Man Sitaram (2)
Raghupati Raghav Raja Ram...

Ishwar Allah Tero Nam, Sabako Sanmati De Bhagwan (2)
Jay Jay Raghupati Raghav Raja Ram...

Sukh-Mein Tulsi Ghat-Mein Ram, Jab Bolo Tab Sitaram (2)
Jay Jay Raghupati Raghav Raja Ram...

Hatho-Se Karo Gharka Kam, Mukhase Bolo Sitaram (2)
Raghupati Raghav Raja Ram...

Kaushalyaka Vhala Ram, Dashrathjika Pyara Ram (2)
Raghupati Raghav Raja Ram...

Bansivala He Ghanshyam, Dhanushya-Dhari Sitaram (2)
Raghupati Raghav Raja Ram...

15

ગાયત્રી મંત્ર

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં
ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

હરિ ૐ

ઈશાવાસ્યમ્ ઇદં સર્વં યત્ કિંચ જગત્યાં જગત્
તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્ ॥

યં બ્રહ્માવરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તુન્વન્તિ દિવ્યૈઃ સ્તવૈર્
વેદૈઃ સાંગપદક્રમોપનિષદૈઃ ગાયન્તિ યં સામગાઃ
ધ્યાનાવસ્થિતતદ્ગતેન મનસા પશ્યન્તિ યં યોગિનો
યસ્યાન્તં ન વિદુઃ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
ત્વમેવ સર્વં મમ દેવ દેવ.

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.
તું-હીણો હું છું તો તુજ દર્શનનાં દાન દઈ જા.

16
5

Gayatri Mantra

Aum Bhoor Bhuvah Swah Tat-Savitur-Varenyam
Bhargo Devasya Dheemahi Dhiyo Yo Nah Prachodayat.

HARI AUM

Isha Vasyam Idam Sarvam, Yat Kinch Jagatyam Jagat;
Tena Tyaktena Bhunjithah, Ma Grudhah Kasya Swid Dhanam.

Yam Brahma Varunendra Rudra Marutah Stunwanti Divyeihi Staveir
Vedeihi Sang Pada Kramo-Panishadeir Gayanti Yam Samagah;
Dhyana Vasthita Tad-Gaten Manasa Pashyanti Yam Yogino
Yasyantam Na Viduhu Surasuraganah Devaya Tasmei Namah.

Twameva Mata Cha Pita Twameva
Twameva Bandhuscha Sakha Twameva
Twameva Vidya Dravinam Twameva
Twameva Sarvam Mama Deva Deva.

Asatyo Manhethi Prabhu Parama Satye Tun Lai Ja
Unda Andharethi Prabhu Parama Teje Tun Lai Ja
Maha Mrutyumanthi Amrut Samipe Nath Lai Ja
Tun Hino Hun Chhun To Tuja Darsanana Dana Dai Ja

17

શ્રી રામ સ્તુતિ (પ્રાર્થના)

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ-ભય દારુણં
નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણં (૧)

કંદર્પ અગણિત અમિત છબિ નવ નીલ નીરદ સુંદરં
પટ પીત માનહુ તડિત રુચિ શુચિ નૌમિ જનક-સુતાવરં (૨)

શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણં
આજાનુ ભુજ શર ચાપ ધર, સંગ્રામ જિત ખર દૂષણં (૩)

ભજ દીનબંધુ દિનેશ દાનવ, દલન દુષ્ટ નિકંદનં
રઘુનંદ આનંદ-કંદ, કૌશલ-ચંદ દશરથ-નંદનં (૪)

ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ-મન-રંજનં.
મમ હૃદય-કંજ નિવાસ કુરુ, કામાદિ-ખલ-દલ-ગંજનં (૫)

18
6

Shri Ram Stuti (Prayer)

Shri Ramchandra Krupalu Bhaj Man Haran Bhav-Bhay Darunam
Navkanj Lochan Kanj Mukh Kar Kanj Pad Kanjarunam (1)

Kandarp Aganit Amit Chhabi Nav Nil Nirad Sundaram
Pat Pit Manhu Tadit Ruchi Shuchi Naumi Janak-Sutavaram (2)

Shir Mukut Kundal Tilak Charu Udar Ang Vibhooshanam
Ajanu Bhuj Shar Chap Dhar, Sangram Jit Khar Dooshanam (3)

Bhaj Dinbandhu Dinesh Danav, Dalan Dushta Nikandanam
Raghunand Anand-Kand, Kaushal-Chand Dashrath-Nandanam (4)

Iti Vadati Tulsidas Shankar Shesh Muni-Man-Ranjanam
Mam Hruday-Kanj Nivas Kuru, Kamadi-Khal-Dal-Ganjanam (5)

19
વિભાગ ૨ · SECTION 2

સ્વામિનારાયણ કીર્તન

Swaminarayan Kirtans

આરતી તથા નંદ સંતોનાં કીર્તન
The aarti and kirtans of the Nand saints

અનુક્રમ · Contents

7.
જય સદ્ગુરુ સ્વામી (આરતી)Jay Sadguru Swami (Aarti)
22
8.
વંદુ સહજાનંદ રસરૂપVandu Sahajanand Rasrup
24
9.
જમો થાળ જીવન જાઉં વારીJamo Thal Jivan Jau Vari
26
10.
પોઢો પોઢો સહજાનંદ સ્વામીPodho Podho Sahajanand Swami
28
11.
પધારોને સહજાનંદજી હોPadharone Sahajanandji Ho
30
12.
સજની શ્રીજી મુજને સાંભર્યા રેSajani Shriji Mujne Sambharya Re
32
13.
આ તન રંગ પતંગ સરીખોAa Tan Rang Patang Sarikho
34
14.
સંત પરમ હિતકારીSant Param Hitkari
36
15.
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિનાTyag Na Take Re Vairagya Vina
38
16.
રે શ્યામ તમે સાચું નાણુંRe Shyam Tame Sachu Nanu
40
21

જય સદ્ગુરુ સ્વામી (આરતી)

જય સદ્ગુરુ સ્વામી, (પ્રભુ) જય સદ્ગુરુ સ્વામી,
સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી... જય સદ્ગુરુ સ્વામી (૧)

ચરણસરોજ તમારાં, વંદું કર જોડી,
ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યાં તોડી... જય સદ્ગુરુ સ્વામી (૨)

નારાયણ સુખદાતા, દ્વિજકુળ તનુધારી,
પામર પતિત ઉદ્ધાર્યાં, અગણિત નરનારી... જય સદ્ગુરુ સ્વામી (૩)

નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી,
અડસઠ તીરથ ચરણે, કોટિ ગયા કાશી... જય સદ્ગુરુ સ્વામી (૪)

પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે,
કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરશે... જય સદ્ગુરુ સ્વામી (૫)

આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી,
મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી... જય સદ્ગુરુ સ્વામી (૬)

22
7

Jay Sadguru Swami (Aarti)

Jay Sadguru Swami, (Prabhu) Jay Sadguru Swami,
Sahajanand Dayalu, Balvant Bahunami... Jay Sadguru Swami (1)

Charan Saroj Tamara, Vandu Kar Jodi,
Charane Chitta Dharyathi, Dukh Nakhya Todi... Jay Sadguru Swami (2)

Narayan Sukhdata, Dvijkul Tanudhari,
Pamar Patit Uddharya, Aganit Narnari... Jay Sadguru Swami (3)

Nitya Nitya Nautam Lila, Karta Avinashi,
Adsath Tirath Charane, Koti Gaya Kashi... Jay Sadguru Swami (4)

Purushottam Pragatnu, Je Darshan Karshe,
Kal Karamthi Chhuti, Kutumb Sahit Tarshe... Jay Sadguru Swami (5)

Aa Avasar Karunanidhi, Karuna Bahu Kidhi,
Muktanand Kahe Mukti, Sugam Kari Sidhi... Jay Sadguru Swami (6)

23

વંદુ સહજાનંદ રસરૂપ

વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ;
જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ... (૧)

સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ;
જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ... (૨)

જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, પાર કોઈ નવ લહે રે લોલ;
જેને શેષ સહસ્રમુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ... (૩)

વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ;
નખશિખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ... (૪)

24
8

Vandu Sahajanand Rasrup

Vandu Sahajanand Rasrup, Anupam Sarne Re Lol;
Jene Bhajta Chhute Fand, Kare Bhav Parne Re Lol... (1)

Samru Pragat Rup Sukhdham, Anupam Namne Re Lol;
Jene Bhav Brahmadik Dev, Bhaje Taji Kamne Re Lol... (2)

Je Hari Aksharbrahma Adhar, Par Koi Nav Lahe Re Lol;
Jene Shesh Sahasramukh Gay, Nigam Neti Kahe Re Lol... (3)

Varnavu Sundar Rup Anup, Jugal Charane Nami Re Lol;
Nakhshikh Premsakhina Nath, Raho Urma Rami Re Lol... (4)

25

જમો થાળ જીવન જાઉં વારી

જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કર-ચરણ કરો ત્યારી... ટેક

બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી;
જળે ભર્યા ચંબુ ચોખાળી... જમો થાળ (૧)

કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી;
કાઢ્યો રસ કેરીનો ઘોળી... જમો થાળ (૨)

ગળ્યાં સાટાં ઘેબર ફૂલવડી, દૂધપાક માલપૂઆ કઢી;
પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી... જમો થાળ (૩)

અથાણાં શાક સુંદર ભાજી, લાવી છું હું તરત કરી તાજી;
દહીં ભાત સાકર છે ઝાઝી... જમો થાળ (૪)

ચળું કરો લાવું જળઝારી, એલાયચી લવિંગ સોપારી;
પાનબીડી બનાવી સારી... જમો થાળ (૫)

મુખવાસ મનગમતાં લઈને, પ્રસાદીનો થાળ મુને દઈને;
ભૂમાનંદ કહે રાજી થઈને... જમો થાળ (૬)

26
9

Jamo Thal Jivan Jau Vari

Jamo Thal Jivan Jau Vari, Dhovu Kar-Charan Karo Tyari... Tek

Beso Melya Bajothiya Dhali, Katora Kanchanni Thali;
Jale Bharya Chambu Chokhali... Jamo Thal (1)

Kari Katha Ghauni Poli, Meli Ghrut Sakarma Boli;
Kadhyo Ras Kerino Gholi... Jamo Thal (2)

Galya Sata Ghebar Fulvadi, Dudhpak Malpua Kadhi;
Puri Pochi Thai Chhe Ghima Chadhi... Jamo Thal (3)

Athana Shak Sundar Bhaji, Lavi Chhu Hu Tarat Kari Taji;
Dahi Bhat Sakar Chhe Jhaji... Jamo Thal (4)

Chalu Karo Lavu Jaljhari, Elaychi Laving Sopari;
Panbidi Banavi Sari... Jamo Thal (5)

Mukhvas Mangamta Laine, Prasadino Thal Mune Daine;
Bhumanand Kahe Raji Thaine... Jamo Thal (6)

27
૧૦

પોઢો પોઢો સહજાનંદ સ્વામી

પોઢો પોઢો સહજાનંદ સ્વામી, અંખિયાંમાં નીંદર ભરાણી રે... ટેક

હાં રે તમે માથેથી પાઘ ઉતારો રે,
પછી તમે બનાતની ટોપી ધારો રે... (૧)

હાં રે તમે જરકસી જામો ઉતારો રે,
પછી હીરકોરી ધોતી ધારો રે... (૨)

હાં રે તમે કેડનો પટકો છોડો રે,
પછી શાલ દુશાલા ઓઢો રે... (૩)

હાં રે પોઢ્યા પ્રેમાનંદના સ્વામી રે,
સખી જોઈ જોઈ આનંદ પામી રે... (૪)

28
10

Podho Podho Sahajanand Swami

Podho Podho Sahajanand Swami, Ankhiyama Nindar Bharani Re... Tek

Han Re Tame Mathethi Pagh Utaro Re,
Pachhi Tame Banatni Topi Dharo Re... (1)

Han Re Tame Jarkasi Jamo Utaro Re,
Pachhi Hirkori Dhoti Dharo Re... (2)

Han Re Tame Kedno Patko Chhodo Re,
Pachhi Shal Dushala Odho Re... (3)

Han Re Podhya Premanandna Swami Re,
Sakhi Joi Joi Anand Pami Re... (4)

29
૧૧

પધારોને સહજાનંદજી હો

પધારોને સહજાનંદજી હો, ગુન્હા કરીને માફ... ટેક

પ્રણામ છે ધર્મતાતને રે, ભક્તિમાતાને પ્રણામ;
પ્રણામ છે જ્યેષ્ઠ ભ્રાતને, ઇચ્છારામને પ્રણામ હો... ગુન્હા (૧)

પતિ મેલ્યા પિયુ તમ કારણે, મેલી કુળમરજાદ;
માત પિતા મૂક્યાં છે સ્વામી, એક તમારે કાજ હો... ગુન્હા (૨)

ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારુ મહારાજ;
એવી રીતે તમે આવો દયાળુ, કરવા અમારાં કાજ હો... ગુન્હા (૩)

અમ જેવા તમને ઘણા, પણ તમો અમારે એક;
પ્રેમસખી વિનંતિ કરે છે, રાખો અમારી ટેક હો... ગુન્હા (૪)

30
11

Padharone Sahajanandji Ho

Padharone Sahajanandji Ho, Gunha Karine Maf... Tek

Pranam Chhe Dharmatatne Re, Bhaktimatane Pranam;
Pranam Chhe Jyeshth Bhratne, Ichchharamne Pranam Ho... Gunha (1)

Pati Melya Piyu Tam Karane, Meli Kulmarjad;
Mat Pita Mukya Chhe Swami, Ek Tamare Kaj Ho... Gunha (2)

Garud Tajine Pala Padharya, Gaj Saru Maharaj;
Evi Rite Tame Avo Dayalu, Karva Amara Kaj Ho... Gunha (3)

Am Jeva Tamne Ghana, Pan Tamo Amare Ek;
Premsakhi Vinanti Kare Chhe, Rakho Amari Tek Ho... Gunha (4)

31
૧૨

સજની શ્રીજી મુજને સાંભર્યા રે

સજની શ્રીજી મુજને સાંભર્યા રે, હૈડે હરખ રહ્યો ઉભરાય;
નેણે આંસુની ધારા વહે રે, વિરહે મનડું વ્યાકુળ થાય... સજની (૧)

સુંદર મૂર્તિ શ્રી મહારાજની રે, સુંદર કમળ સરીખાં નેણ;
સુંદર કરતા લટકાં હાથનાં રે, સુંદર અમૃત સરીખાં વેણ... સજની (૨)

શી કહું શોભા અંગોઅંગ તણી રે, નીરખી લાજે કોટિક કામ;
હસતાં હસતાં હેત વધારતા રે, એવા સુખનિધિ શ્રી ઘનશ્યામ... સજની (૩)

સદા શ્વેતાંબર શ્રીજી ધારતા રે, અંબર જરકસિયાં કોઈ વાર;
ગુચ્છ કલંગી તોરા ખોસતા રે, ગજરા બાજુ ગુલાબી હાર... સજની (૪)

એ છબી જોવા તલપે આંખડી રે, મધુરાં વચન સાંભળવા કાન;
એ હરિ મળવાને હૈડું તપે રે, પ્રેમાનંદના જીવનપ્રાણ... સજની (૫)

32
12

Sajani Shriji Mujne Sambharya Re

Sajani Shriji Mujne Sambharya Re, Haide Harakh Rahyo Ubhray;
Nene Ansuni Dhara Vahe Re, Virahe Manadu Vyakul Thay... Sajani (1)

Sundar Murti Shri Maharajni Re, Sundar Kamal Sarikha Nen;
Sundar Karta Latka Hathna Re, Sundar Amrut Sarikha Ven... Sajani (2)

Shi Kahu Shobha Angoang Tani Re, Nirakhi Laje Kotik Kam;
Hasta Hasta Het Vadharta Re, Eva Sukhnidhi Shri Ghanshyam... Sajani (3)

Sada Shvetambar Shriji Dharta Re, Ambar Jarkasiya Koi Var;
Guchchh Kalangi Tora Khosta Re, Gajra Baju Gulabi Har... Sajani (4)

E Chhabi Jova Talpe Ankhdi Re, Madhura Vachan Sambhalva Kan;
E Hari Malvane Haidu Tape Re, Premanandna Jivanpran... Sajani (5)

33
૧૩

આ તન રંગ પતંગ સરીખો

આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે જી;
અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરું આગે જી... (૧)

અંગે તેલ ફૂલેલ લગાવે, માથે છોગાં ઘાલે જી;
જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે જી... (૨)

જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલે જી;
મગરૂરીમાં અંગ મરોડે, જેમ તેમ મુખથી બોલે જી... (૩)

મનમાં જાણે મુજ સરીખો, રસિયો નહીં કોઈ રાગી જી;
બહારે તાકી રહી બિલાડી, લેતાં વાર ન લાગી જી... (૪)

આજ કાલમાં હું તું કરતાં, જમડાં પકડી જાશે જી;
બ્રહ્માનંદ કહે ચેત અજ્ઞાની, અંતે ફજેતી થાશે જી... (૫)

34
13

Aa Tan Rang Patang Sarikho

Aa Tan Rang Patang Sarikho, Jata Var Na Lage Ji;
Asankhya Gaya Dhan Sampatti Meli, Tari Najaru Age Ji... (1)

Ange Tel Fulel Lagave, Mathe Chhoga Ghale Ji;
Joban Dhannu Jor Janave, Chhati Kadhi Chale Ji... (2)

Jem Undarde Daru Pidho, Mastano Thai Dole Ji;
Magrurima Ang Marode, Jem Tem Mukhthi Bole Ji... (3)

Manma Jane Muj Sarikho, Rasiyo Nahi Koi Ragi Ji;
Bahare Taki Rahi Biladi, Leta Var Na Lagi Ji... (4)

Aaj Kalma Hu Tu Karta, Jamda Pakdi Jashe Ji;
Brahmanand Kahe Chet Agnani, Ante Fajeti Thashe Ji... (5)

35
૧૪

સંત પરમ હિતકારી

સંત પરમ હિતકારી, જગત માંહી... ટેક

પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ,
ભરમ મિટાવત ભારી... જગત માંહી (૧)

પરમકૃપાળુ સકલ જીવન પર,
હરિસમ સબ દુઃખહારી... જગત માંહી (૨)

ત્રિગુણાતીત ફીરત તનુ ત્યાગી,
રીત જગતસે ન્યારી... જગત માંહી (૩)

બ્રહ્માનંદ કહે સંતકી સોબત,
મિલત હૈ પ્રગટ મોરારી... જગત માંહી (૪)

36
14

Sant Param Hitkari

Sant Param Hitkari, Jagat Mahi... Tek

Prabhupad Pragat Karavat Priti,
Bharam Mitavat Bhari... Jagat Mahi (1)

Paramkrupalu Sakal Jivan Par,
Harisam Sab Dukhhari... Jagat Mahi (2)

Trigunatit Firat Tanu Tyagi,
Rit Jagatse Nyari... Jagat Mahi (3)

Brahmanand Kahe Santki Sobat,
Milat Hai Pragat Morari... Jagat Mahi (4)

37
૧૫

ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના

ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી;
અંતર ઊંડી જે ઇચ્છા રહે, તે કેમ કરીને તજાયજી... ત્યાગ (૧)

વેશ લીધો રે વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂરજી;
ઉપર વેશ તો આછો બન્યો, માંહી મોહ ભરપૂરજી... ત્યાગ (૨)

કામ ક્રોધ લોભ મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી;
સંગ પ્રસંગે તે પાંગરે, જ્યારે જોગ ભોગનો થાયજી... ત્યાગ (૩)

ઉષ્ણ રતે અવનિ ઉપરે, બીજ ન દીસે બહારજી;
ઘન વરસે વન પાંગરે, એમ ઇન્દ્રિય વિષે આકારજી... ત્યાગ (૪)

ચમક દેખીને લોહ ચળે, એમ ઇન્દ્રિય વિષય સંજોગજી;
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગજી... ત્યાગ (૫)

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથજી;
વણસ્યો રે વર્ણ આશ્રમથી, અંતે કરશે અનરથજી... ત્યાગ (૬)

ભ્રષ્ટ થયો રે જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધજી;
ગયું રે ઘૃત મહી માખણથી, આપે થયું અશુદ્ધજી... ત્યાગ (૭)

પળમાં જોગી ને ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગીજી;
નિષ્કુળાનંદ એ નરનો, વણસમજ્યો વૈરાગ્યજી... ત્યાગ (૮)

38
15

Tyag Na Take Re Vairagya Vina

Tyag Na Take Re Vairagya Vina, Karie Koti Upayji;
Antar Undi Je Ichchha Rahe, Te Kem Karine Tajayji... Tyag (1)

Vesh Lidho Re Vairagyano, Desh Rahi Gayo Durji;
Upar Vesh To Achho Banyo, Mahi Moh Bharpurji... Tyag (2)

Kam Krodh Lobh Mohnu, Jya Lagi Mul Na Jayji;
Sang Prasange Te Pangre, Jyare Jog Bhogno Thayji... Tyag (3)

Ushna Rate Avani Upare, Bij Na Dise Baharji;
Ghan Varse Van Pangre, Em Indriya Vishe Akarji... Tyag (4)

Chamak Dekhine Loh Chale, Em Indriya Vishay Sanjogji;
Anbhetye Re Abhav Chhe, Bhetye Bhogavshe Bhogji... Tyag (5)

Upar Taje Ne Antar Bhaje, Em Na Sare Arathji;
Vansyo Re Varna Ashramthi, Ante Karshe Anarathji... Tyag (6)

Bhrasht Thayo Re Jog Bhogthi, Jem Bagadyu Dudhji;
Gayu Re Ghrut Mahi Makhanthi, Ape Thayu Ashuddhji... Tyag (7)

Palma Jogi Ne Bhogi Palma, Palma Gruhi Ne Tyagiji;
Nishkulanand E Narno, Vansamjyo Vairagji... Tyag (8)

39
૧૬

રે શ્યામ તમે સાચું નાણું

રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું... ટેક

રે તમ વિના સુખ સંપત કહાવે, તે તો સર્વે મહાદુઃખ ઉપજાવે;
અંતે એમાં કામ કોઈ નાવે... રે શ્યામ (૧)

રે મૂરખ લોક મરે ભટકી, જૂઠા સંગે હારે શિર પટકી;
તેથી મારી મનવૃત્તિ અટકી... રે શ્યામ (૨)

રે અખંડ અલૌકિક સુખ સારુ, રે જોઈ જોઈ મન મોહ્યું મારું;
ધરા ધન તમ ઉપર વારું... રે શ્યામ (૩)

રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું;
મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું... રે શ્યામ (૪)

40
16

Re Shyam Tame Sachu Nanu

Re Shyam Tame Sachu Nanu, Biju Sarve Dukhdayak Janu... Tek

Re Tam Vina Sukh Sampat Kahave, Te To Sarve Mahadukh Upjave;
Ante Ema Kam Koi Nave... Re Shyam (1)

Re Murakh Lok Mare Bhatki, Jutha Sange Hare Shir Patki;
Tethi Mari Manvrutti Atki... Re Shyam (2)

Re Akhand Alaukik Sukh Saru, Re Joi Joi Man Mohyu Maru;
Dhara Dhan Tam Upar Varu... Re Shyam (3)

Re Brahmathi Kit Lagi Joyu, Juthu Sukh Janine Vagovyu;
Muktanand Man Tam Sang Mohyu... Re Shyam (4)

41
વિભાગ ૩ · SECTION 3

સાંઈબાબા ભજન

Sai Baba Bhajans

શિરડીના સાંઈની આરતી અને ધૂન
Aarti and dhuns of the Sai of Shirdi

અનુક્રમ · Contents

17.
આરતી સાંઈબાબાAarti Sai Baba
44
18.
ૐ સાંઈ નમો નમઃ (ધૂન)Om Sai Namo Namah (Dhun)
46
19.
સાંઈ રામ સાંઈ શ્યામSai Ram Sai Shyam
48
20.
દીવાના તેરા આયાDeewana Tera Aaya
50
21.
શિરડી વાલે સાંઈ બાબાShirdi Wale Sai Baba
52
22.
સબકા માલિક એક હૈ (ધૂન)Sabka Malik Ek Hai (Dhun)
54
43
૧૭

આરતી સાંઈબાબા

આરતી સાંઈબાબા । સૌખ્યદાતાર જીવા ।
ચરણરજાતલી । દ્યાવા દાસાં વિસાવા, ભક્તાં વિસાવા ॥
આરતી સાંઈબાબા... ॥

જાળુનિયાં આનંગ । સ્વસ્વરૂપી રાહે દંગ ।
મુમુક્ષુ જનાં દાવી । નિજ ડોળાં શ્રીરંગ ॥ આરતી... ॥

જયા મની જૈસા ભાવ । તયા તૈસા અનુભવ ।
દાવિસી દયાઘના । ઐસી તુઝી હી માવ ॥ આરતી... ॥

તુમચે નામ ધ્યાતાં । હરે સંસૃતિ વ્યથા ।
અગાધ તવ કરણી । માર્ગ દાવિસી અનાથા ॥ આરતી... ॥

કલિયુગી અવતાર । સગુણ પરબ્રહ્મ સાચાર ।
અવતીર્ણ ઝાલાસે । સ્વામી દત્ત દિગંબર ॥ આરતી... ॥

આઠાં દિવસાં ગુરુવારી । ભક્ત કરિતી વારી ।
પ્રભુપદ પહાવયા । ભવભય નિવારી ॥ આરતી... ॥

માઝા નિજદ્રવ્ય ઠેવા । તવ ચરણરજ સેવા ।
માગણે હેચિ આતાં । તુમ્હાં દેવાધિદેવા ॥ આરતી... ॥

ઇચ્છિત દીન ચાતક । નિર્મળ તોય નિજસુખ ।
પાજાવે માધવા યા । સાંભાળ આપુલી ભાક ॥ આરતી... ॥

44
17

Aarti Sai Baba

Aarti Sai Baba । Saukhyadatara Jiva ।
Charana Rajatali । Dyava Dasan Visava, Bhaktan Visava ॥
Aarti Sai Baba... ॥

Jaluniyan Anang । Swaswarupi Rahe Dang ।
Mumukshu Janan Davi । Nij Dolan Shrirang ॥ Aarti... ॥

Jaya Mani Jaisa Bhav । Taya Taisa Anubhav ।
Davisi Dayaghana । Aisi Tuzi Hi Mav ॥ Aarti... ॥

Tumche Nam Dhyatan । Hare Sansruti Vyatha ।
Agadh Tav Karani । Marg Davisi Anatha ॥ Aarti... ॥

Kaliyugi Avatar । Sagun Parabrahma Sachar ।
Avatirna Zalase । Swami Datta Digambar ॥ Aarti... ॥

Athan Divasan Guruvari । Bhakta Kariti Vari ।
Prabhupad Pahavaya । Bhavbhay Nivari ॥ Aarti... ॥

Maza Nijadravya Theva । Tav Charanraj Seva ।
Magane Hechi Atan । Tumhan Devadhideva ॥ Aarti... ॥

Ichchhit Din Chatak । Nirmal Toy Nijasukh ।
Pajave Madhava Ya । Sambhal Apuli Bhak ॥ Aarti... ॥

45
૧૮

ૐ સાંઈ નમો નમઃ (ધૂન)

ૐ સાંઈ નમો નમઃ
શ્રી સાંઈ નમો નમઃ
જય જય સાંઈ નમો નમઃ
સદ્ગુરુ સાંઈ નમો નમઃ

(આ ચાર પંક્તિની ધૂન વારંવાર ગવાય છે)

ૐ સાંઈ રામ । ૐ સાંઈ શ્યામ ।
ૐ સાંઈ ભગવાન । શિરડીના સાંઈ ભગવાન ॥

46
18

Om Sai Namo Namah (Dhun)

Om Sai Namo Namah
Shri Sai Namo Namah
Jay Jay Sai Namo Namah
Sadguru Sai Namo Namah

(This four-line dhun is repeated as a chant)

Om Sai Ram । Om Sai Shyam ।
Om Sai Bhagwan । Shirdi Na Sai Bhagwan ॥

47
૧૯

સાંઈ રામ સાંઈ શ્યામ

સાંઈ રામ સાંઈ શ્યામ સાંઈ ભગવાન ।
શિરડી કે દાતા સબસે મહાન ॥

(ધૂન રૂપે વારંવાર ગવાય છે)

આ લોકપ્રિય ભજનના પૂરા શબ્દો કૉપીરાઇટ હેઠળ છે —
પૂરું ભજન સાંભળવા પ્લેલિસ્ટની YouTube કડી જુઓ.

48
19

Sai Ram Sai Shyam

Sai Ram Sai Shyam Sai Bhagwan ।
Shirdi Ke Data Sabse Mahan ॥

(Sung over and over as a dhun)

The full lyrics of this popular recording are under copyright —
please listen via the YouTube link in the playlist.

49
૨૦

દીવાના તેરા આયા

દીવાના તેરા આયા, બાબા તેરી શિરડી મેં ।
સંભાલો મુઝે મેરે સાંઈ, બિગડી બના દો ॥

(ધૂન રૂપે વારંવાર ગવાય છે)

આ લોકપ્રિય ભજનના પૂરા શબ્દો કૉપીરાઇટ હેઠળ છે —
પૂરું ભજન સાંભળવા પ્લેલિસ્ટની YouTube કડી જુઓ.

50
20

Deewana Tera Aaya

Deewana Tera Aaya, Baba Teri Shirdi Mein ।
Sambhalo Mujhe Mere Sai, Bigdi Bana Do ॥

(Sung over and over as a dhun)

The full lyrics of this popular recording are under copyright —
please listen via the YouTube link in the playlist.

51
૨૧

શિરડી વાલે સાંઈ બાબા

શિરડી વાલે સાંઈ બાબા ।
આયા હૈ તેરે દર પે સવાલી ॥

(અમર અકબર એન્થની, ૧૯૭૭ — મોહમ્મદ રફી)

આ પ્રસિદ્ધ ફિલ્મી ભજનના પૂરા શબ્દો કૉપીરાઇટ હેઠળ છે —
પૂરું ભજન સાંભળવા પ્લેલિસ્ટની YouTube કડી જુઓ.

52
21

Shirdi Wale Sai Baba

Shirdi Wale Sai Baba ।
Aaya Hai Tere Dar Pe Sawali ॥

(Amar Akbar Anthony, 1977 — Mohammed Rafi)

The full lyrics of this famous film bhajan are under copyright —
please listen via the YouTube link in the playlist.

53
૨૨

સબકા માલિક એક હૈ (ધૂન)

સબકા માલિક એક હૈ — સાંઈ બાબા ।
ૐ સાંઈ, શ્રી સાંઈ, જય જય સાંઈ ॥

સબકા માલિક એક હૈ — સાંઈ બાબા ।
ૐ સાંઈ, શ્રી સાંઈ, જય જય સાંઈ ॥

(સાંઈ બાબાનું પોતાનું વચન — "સબકા માલિક એક" —
આ પરંપરાગત ધૂન આ પંક્તિઓ દોહરાવતાં ગવાય છે)

54
22

Sabka Malik Ek Hai (Dhun)

Sabka Malik Ek Hai — Sai Baba ।
Om Sai, Shri Sai, Jay Jay Sai ॥

Sabka Malik Ek Hai — Sai Baba ।
Om Sai, Shri Sai, Jay Jay Sai ॥

(Baba's own words — "Sabka Malik Ek" —
this traditional dhun repeats these lines)

55
વિભાગ ૪ · SECTION 4

ભજન સંગ્રહ

The Bhajan Collection

ભક્તિ, પ્રાર્થના અને વૈરાગ્યનાં ભજનો
Bhajans of devotion, prayer and wisdom

અનુક્રમ · Contents

23.અચ્યુતમ્ કેશવમ્58
24.પાયોજી મૈંને રામ રતન ધન પાયો60
25.મંગળ મંદિર ખોલો62
26.હે કરુણાના કરનારા64
27.મા બાપને ભૂલશો નહીં66
28.શ્રી યમુનાષ્ટકમ્68
29.શંભુ ચરણે પડી70
30.શ્રી કૃષ્ણ શરણં મમ72
31.કાનજી તારી મા કહેશે76
32.ગાડું મારું ક્યાં લઈ જાય78
33.ભજન (કોઈ કોઈનું નથી રે)80
34.એક દિન જાવું હરિના ધામમાં82
35.હંસલો ચાલ્યો જવાનો84
36.મોટા ઘરનું તેડું86
37.સમય મારા સાધજે વહાલા88
38.મારા ઘટમાં બિરાજતાં90
39.શ્રી ભગવન્નામ - ધ્વનિ92
40.પંખીડા ઓ પંખીડા96
41.જેના મુખમાં રામનું નામ નથી98
42.હે નાથ જોડી હાથ100
43.અબ સૌંપ દિયા ઈસ જીવન કા102
44.હે રામ !104
45.આંખ મારી ઊઘડે106
46.તું તો માળા રે જપી લે મારા નામની108
47.જીવન થોડું રે રહ્યું110
48.ભક્તિ કરતાં છૂટે મારો112
49.અરજી અમારી114
50.વ્રજમાં કેમ જવાય ?116
51.શ્રી કૃષ્ણઃ શરણં મમ118
52.ઘર છે મારું ગોકુળ જેવું120
53.હો હો રે મારી તુલસી રે માતા122
54.ત્રણ વાત રાખજો યાદ124
55.ગુરુજીના નામની હો126
56.નૈયા ઝુકાવી મેં તો128
57.કભી પ્યાસે કો પાની130
58.હર બાત કો તુમ ભુલો ભલે132
59.લકડી હી લકડી134
60.માતા-પિતાની છત્રછાયા136
61.પૂજ્ય પિતાશ્રીને138
62.હું શરણે તારે આવ્યો છું140
63.હું તારી બોલાવું જય142
64.હે નાથ ! અબ તો ઐસી દયા હો144
65.હે દયામય આપ હી146
66.ગુરુ કૃપાંજન પાયો148
67.હરિ ૐ તત્સત150
68.શ્લોક152
57
૨૩

અચ્યુતમ્ કેશવમ્

અચ્યુતમ્ કેશવમ્ કૃષ્ણ દામોદરમ્
રામ નારાયણમ્ જાનકી વલ્લભમ્ ॥ (૨)

કૌન કહતા હૈ ભગવાન આતે નહીં
તુમ મીરા કે જૈસે બુલાતે નહીં ॥
અચ્યુતમ્ કેશવમ્...

કૌન કહતા હૈ ભગવાન ખાતે નહીં
તુમ શબરી કે જૈસે ખિલાતે નહીં ॥
અચ્યુતમ્ કેશવમ્...

કૌન કહતા હૈ ભગવાન સોતે નહીં
તુમ મા યશોદા કે જૈસે સુલાતે નહીં ॥
અચ્યુતમ્ કેશવમ્...

કૌન કહતા હૈ ભગવાન નાચતે નહીં
તુમ ગોપી કે જૈસે નચાતે નહીં ॥
અચ્યુતમ્ કેશવમ્...

કૌન કહતા હૈ ભગવાન દિખતે નહીં
તુમ પ્રહ્લાદ કે જૈસે પુકારતે નહીં ॥
અચ્યુતમ્ કેશવમ્ કૃષ્ણ દામોદરમ્
રામ નારાયણમ્ જાનકી વલ્લભમ્ ॥

58
23

Achyutam Keshavam

Achyutam Keshavam Krishna Damodaram
Ram Narayanam Janaki Vallabham ॥ (2)

Kaun Kehta Hai Bhagwan Aate Nahin
Tum Meera Ke Jaise Bulate Nahin ॥
Achyutam Keshavam...

Kaun Kehta Hai Bhagwan Khate Nahin
Tum Shabari Ke Jaise Khilate Nahin ॥
Achyutam Keshavam...

Kaun Kehta Hai Bhagwan Sote Nahin
Tum Maa Yashoda Ke Jaise Sulate Nahin ॥
Achyutam Keshavam...

Kaun Kehta Hai Bhagwan Nachte Nahin
Tum Gopi Ke Jaise Nachate Nahin ॥
Achyutam Keshavam...

Kaun Kehta Hai Bhagwan Dikhte Nahin
Tum Prahlad Ke Jaise Pukarte Nahin ॥
Achyutam Keshavam Krishna Damodaram
Ram Narayanam Janaki Vallabham ॥

59
૨૪

પાયોજી મૈંને રામ રતન ધન પાયો

પાયોજી મૈંને રામ રતન ધન પાયો ॥

વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ,
કિરપા કર અપનાયો ॥
પાયોજી મૈંને...

જનમ જનમ કી પૂંજી પાઈ,
જગ મેં સભી ખોવાયો ॥
પાયોજી મૈંને...

ખરચૈ ન ખૂટે વાકો, ચોર ન લૂટે,
દિન દિન બઢત સવાયો ॥
પાયોજી મૈંને...

સત કી નાવ ખેવટિયા સતગુરુ,
ભવસાગર તર આયો ॥
પાયોજી મૈંને...

મીરા કે પ્રભુ ગિરિધર નાગર,
હરખ હરખ જસ ગાયો ॥
પાયોજી મૈંને...

60
24

Payoji Maine Ram Ratan Dhan Payo

Payoji Maine Ram Ratan Dhan Payo ॥

Vastu Amolik Di Mere Satguru,
Kirpa Kar Apnayo ॥
Payoji Maine...

Janam Janam Ki Punji Pai,
Jag Men Sabhi Khovayo ॥
Payoji Maine...

Kharchai Na Khute Vako, Chor Na Lute,
Din Din Badhat Savayo ॥
Payoji Maine...

Sat Ki Nav Khevatiya Satguru,
Bhav-Sagar Tar Aayo ॥
Payoji Maine...

Meera Ke Prabhu Giridhar Nagar,
Harakh Harakh Jas Gayo ॥
Payoji Maine...

61
૨૫

મંગળ મંદિર ખોલો

મંગળ મંદિર ખોલો, દયામય
મંગળ મંદિર ખોલો.
મંગળ મંદિર ખોલો, દયામય...
મંગળ મંદિર ખોલો.

જીવન વન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો દયામય...

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો લ્યો દયામય...

નામ મધુર તવ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો દયામય...

દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો દયામય...

62
25

Mangal Mandir Kholo

Mangal Mandir Kholo, Dayamaya
Mangal Mandir Kholo
Mangal Mandir Kholo, Dayamaya
Mangal Mandir Kholo.

Jeevan Van Ati Vege Vatavyu,
Dwar Ubho Shishu Bholo Dayamaya...

Timir Gayu Ne Jyoti Prakashyo,
Shishune Urma Lyo Lyo Dayamaya...

Naam Madhur Tav Ratyo Nirantar,
Shishu Saha Preme Bolo Dayamaya...

Divya Trushatur Aavyo Balak,
Prem Amiras Dholo Dayamaya...

63
૨૬

હે કરુણાના કરનારા

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

મારાં પાપ ભર્યાં છે એવાં, તારી ભૂલ્યો કરવી સેવા
મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે...

હે પરમ કૃપાળુ વહાલા, મેં પીધા વિષના પ્યાલા
વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે...

હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો હું અવળી બાજી
અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે...

મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો
મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે...

ભલે છોરું કછોરું થાયે, તું માવતર કહેવાયે
મીઠી છાયા દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે...

છે ભક્તનું દિલ ઉદાસી, તારા ચરણે લે અવિનાશી
રાધાના દિલ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે...

64
26

He Karuna Na Karanara

He Karuna Na Karanara, Tari Karuna No Kai Par Nathi
He Sankat Na Haranara, Tari Karuna No Kai Par Nathi

Mara Pap Bharya Chhe Eva, Tari Bhulyo Karavi Seva
Mari Bhulo Na Bhulnara, Tari Karuna No Kai Par Nathi He...

He Param Krupalu Vahala, Men Pidha Visha Na Pyala
Vishane Amrut Karanara, Tari Karuna No Kai Par Nathi He...

Hun Antar Ma Thai Raji, Khelyo Hun Avali Baji
Avali Savali Karanara, Tari Karuna No Kai Par Nathi He...

Mane Jadato Nathi Kinaro, Maro Kyan Thi Aave Aaro
Mara Sacha Khevanhara, Tari Karuna No Kai Par Nathi He...

Bhale Chhoru Kachhoru Thaye, Tun Mavatar Kahevaye
Mithi Chhaya Denara, Tari Karuna No Kai Par Nathi He...

Chhe Bhakta Nu Dil Udasi, Tara Charane Le Avinashi
Radha Na Dil Haranara, Tari Karuna No Kai Par Nathi He...

65
૨૭

મા બાપને ભૂલશો નહીં

ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહીં
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં

અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિતજનનાં કાળજાં, પથ્થર બની છૂંદશો નહીં

કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણા દેનાર સામે, ઝેર ઉગળશો નહીં

હેતે લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં

લાખો કમાતા હો ભલે, મા-બાપ જેથી ના ઠર્યાં
એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં

સંતાનથી સેવા ચાહો, તો સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં

ભીને સૂઈ પોતે અને, સૂકે સૂવાડ્યાં આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં

ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહીં
એનાં પુનિત ચરણો તણી, ચાહના ભૂલશો નહીં

66
27

Maa Baap Ne Bhulsho Nahi

Bhulo Bhale Biju Badhu, Maa Baap Ne Bhulsho Nahi
Aganit Chhe Upkar Aena, Aeh Visarsho Nahi

Asahya Vethi Vedna, Tyare Dithu Tam Mukhdu
A Puneet Janana Kalja, Paththar Bani Chhundsho Nahi

Kaadhi Mukhethi Koliya, Moma Dai Mota Karya
Amrut Tana Denar Same, Zer Ugalsho Nahi

Hete Ladavya Lad Tamne, Kod Sau Pura Karya
A Kodna Purnarna, Kod Purva Bhulsho Nahi

Lakho Kamata Ho Bhale, Maa Baap Jethi Na Tharya
A Lakh Nahi Pan Rakh Chhe, A Manvu Bhulsho Nahi

Santanthi Seva Chaho, To Santan Chho Seva Karo
Jevu Karo Tevu Bharo, A Bhavna Bhulsho Nahi

Bhine Sui Pote Ane, Suke Suvadya Aapne
Ae Amimay Ankhne, Bhuline Bhinjavsho Nahi

Pushpo Bichhavya Premthi, Jene Tamara Rah Par
Ae Rahbarna Rah Par, Kantak Kadi Bansho Nahi

Dhan Kharachta Malshe Badhu, Mata Pita Malshe Nahi
Ena Punit Charano Tani, Chahana Bhulsho Nahi

67
૨૮

શ્રી યમુનાષ્ટકમ્

નમામિ યમુનામહં, સકલસિદ્ધિહેતું મુદા ।
મુરારિપદ પંકજ સ્ફુરદ્મન્દરેણૂત્કટામ્ ॥
તટસ્થનવકાનન પ્રકટમોદ પુષ્પામ્બુના ।
સુરાસુરસુપૂજિતસ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ્ ॥ ૧ ॥

કલિન્દગિરિમસ્તકે પતદ્મન્દપૂરોજ્જવલા ।
વિલાસગમનોલ્લસત્ પ્રકટગણ્ડશૈલોન્નતા ॥
સઘોષગતિદન્તુરા સમધિરૂઢ દોલોત્તમા ।
મુકુન્દરતિવર્ધિની જયતિ પદ્મબન્ધોઃ સુતા ॥ ૨ ॥

ભુવં ભુવન પાવનીમધિગતામનેકસ્વનૈઃ ।
પ્રિયાભિરિવ સેવિતાં શુકમયૂરહંસાદિભિઃ ॥
તરંગભુજકંકણ પ્રકટમુક્તિકાવાલુકા ।
નિતમ્બતટસુંદરી નમત કૃષ્ણતુર્યપ્રિયામ્ ॥ ૩ ॥

અનન્તગુણભૂષિતે શિવવિરંચિદેવસ્તુતે ।
ઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે ॥
વિશુદ્ધમથુરાતટે સકલગોપગોપીવૃતે ।
કૃપાજલધિસંશ્રિતે મમ મનઃસુખં ભાવય ॥ ૪ ॥

યયા ચરણપદ્મજા મુરરિપોઃ પ્રિયં ભાવુકા ।
સમાગમનતોઽભવત્ સકલસિદ્ધિદા સેવતામ્ ॥
તયા સદૃશતામિયાત્ કમલજાસપત્નીવ યત્ ।
હરિપ્રિયકલિન્દયા મનસિ મે સદા સ્થીયતામ્ ॥ ૫ ॥

નમોઽસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતં ।
ન જાતુ યમયાતના ભવતિ તે પયઃપાનતઃ ॥
યમોઽપિ ભગિનીસુતાન્ કથમુ હન્તિ દુષ્ટાનપિ ।
પ્રિયો ભવતિ સેવનાત્ તવ હરેર્યથા ગોપિકાઃ ॥ ૬ ॥

મમાઽસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા ।
ન દુર્લભતમા રતિર્મુરરિપૌ મુકુન્દપ્રિયે ॥
અતોઽસ્તુ તવ લાલના સુરધુની પરં સંગમાત્ ।
તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ॥ ૭ ॥

સ્તુતિં તવ કરોતિ કઃ કમલજાસપત્નિ પ્રિયે ।
હરેર્યદનુસેવયા ભવતિ સૌખ્યમામોક્ષતઃ ॥
ઈયં તવ કથાધિકા સકલગોપિકા સંગમ ।
સ્મરશ્રમજલાણુભિઃ સકલગાત્રજૈઃ સંગમઃ ॥ ૮ ॥

તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા ।
સમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુકુન્દે રતિઃ ॥
તયા સકલસિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ ।
સ્વભાવવિજયો ભવેત્ વદતિ વલ્લભઃ શ્રી હરેઃ ॥ ૯ ॥

68
28

Shri Yamunashtakam

Namami Yamunamaham, Sakal-Siddhi-Hetum Muda
Murari-Pada-Pankaja Sfurad-Manda-Renutkatam
Tatastha-Nava-Kanana Prakata-Moda-Pushpambuna
Surasura-Supujita-Smara-Pituh Shriyam Bibhratim ...1

Kalinda-Giri-Mastake Patad-Manda-Purojjvala
Vilasa-Gamanollasat Prakata-Ganda-Shailonnata
Saghosha-Gati-Dantura Samadhi-Rudha-Dolottama
Mukunda-Rati-Vardhini Jayati Padma-Bandhoh Suta ...2

Bhuvam Bhuvana-Pavanim Adhigatam Aneka-Svanaih
Priyabhiriva Sevitam Shuka-Mayura-Hansadibhih
Taranga-Bhuja-Kankana Prakata-Muktika-Valuka
Nitamba-Tata-Sundari Namata Krishna-Turya-Priyam ...3

Ananta-Guna-Bhushite Shiva-Viranchi-Deva-Stute
Ghanaghana-Nibhe Sada Dhruva-Parashara-Bhishtade
Vishuddha-Mathura-Tate Sakala-Gopa-Gopi-Vrute
Krupa-Jaladhi-Sanshrite Mama Manah Sukham Bhavaya ...4

Yaya Charana-Padmaja Mura-Ripoh Priyam Bhavuka
Samagamanato Bhavat Sakala-Siddhida Sevatam
Taya Sadrushatam Iyat Kamalaja-Sapatniva Yat
Hari-Priya-Kalindaya Manasi Me Sada Sthiyatam ...5

Namostu Yamune Sada Tava Charitram Atyadbhutam
Na Jatu Yama-Yatana Bhavati Te Payah-Panatah
Yamopi Bhagini-Sutan Kathamu Hanti Dushtanapi
Priyo Bhavati Sevanat Tava Harer-Yatha Gopikah ...6

Mamastu Tava Sannidhau Tanu-Navatva-Metavata
Na Durlabhatama Ratir-Mura-Ripau Mukunda-Priye
Atostu Tava Lalana Sura-Dhuni Param Sangamat
Tavaiva Bhuvi Kirtita Na Tu Kadapi Pushti-Sthitaih ...7

Stutim Tava Karoti Kah Kamalaja-Sapatni Priye
Harer-Yadanu-Sevaya Bhavati Saukhyam-Amokshatah
Iyam Tava Kathadhika Sakala-Gopika-Sangama
Smara-Shrama-Jalanubhih Sakala-Gatrajaih Sangamah ...8

Tavashtakam Idam Muda Pathati Sura-Sute Sada
Samasta-Duritakshayo Bhavati Vai Mukunde Ratih
Taya Sakala-Siddhayo Murari-Pushcha Santushyati
Svabhava-Vijayo Bhavet Vadati Vallabhah Shri-Hareh ...9

69
૨૯

શંભુ ચરણે પડી

શંભુ ચરણે પડી, માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો.

તમે ભક્તોનાં દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા
હું તો મંદ મતિ, મારી અકળ ગતિ, કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો... શંભુ ચરણે પડી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી
ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો
દયા કરી દર્શન શિવ આપો... શંભુ ચરણે પડી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિત્તડું ત્યાં જાવા ચાહે છે.
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો
દયા કરી દર્શન શિવ આપો... શંભુ ચરણે પડી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો
દયા કરી દર્શન શિવ આપો... શંભુ ચરણે પડી

આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું
મારા દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ આપો
દયા કરી દર્શન શિવ આપો... શંભુ ચરણે પડી

ભોળા શંભુ ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો
ટાળો માનમદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો
દયા કરી દર્શન શિવ આપો... શંભુ ચરણે પડી

અંગે શોભે છે રુદ્રાક્ષમાળા, કંઠે સોહે છે ભોરિંગ કાળા
નમું ઉમિયાપતિ, આપો શુભ મતિ, કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો... શંભુ ચરણે પડી

70
29

Shambhu Charane Padi

Shambhu Charane Padi, Mangu Ghadiye Ghadi Kasht Kapo
Daya Kari Darshan Shiv Aapo.

Tame Bhakto Na Dukh Harnara, Shubh Sahunu Sada Karnara
Hun To Mand Mati, Mari Akal Gati, Kasht Kapo
Daya Kari Darshan Shiv Aapo... Shambhu Charane Padi

Ange Bhasm Smashan Ni Choli, Sange Rakho Sada Bhut Toli
Bhale Tilak Karyu, Kanthe Vish Dharyu, Amrut Aapo
Daya Kari Darshan Shiv Aapo... Shambhu Charane Padi

Neti Neti Jyan Ved Kahe Chhe, Maru Chittadu Tyan Java Chahe Chhe
Sara Jagma Chhe Tun, Vasu Tarama Hun, Shakti Aapo
Daya Kari Darshan Shiv Aapo... Shambhu Charane Padi

Hun To Ekal Panth Pravasi, Chhata Aatam Kem Udasi
Thakyo Mathi Re Mathi, Karan Jadatu Nathi, Samjan Aapo
Daya Kari Darshan Shiv Aapo... Shambhu Charane Padi

Aapo Drashti Ma Tej Anokhu, Sari Srushti Ne Shiv Rup Dekhu
Mara Dil Ma Vaso, Aavi Haiye Haso, Shanti Aapo
Daya Kari Darshan Shiv Aapo... Shambhu Charane Padi

Bhola Shambhu Bhav Dukh Kapo, Nitya Seva Nu Shubh Fal Aapo
Talo Man-Mada, Galo Garv Sada, Bhakti Aapo
Daya Kari Darshan Shiv Aapo... Shambhu Charane Padi

Ange Shobhe Chhe Rudraksh Ni Mala, Kanthe Sohe Chhe Bhoring Kala
Namu Umiya Pati, Aapo Shubh Mati, Kasht Kapo
Daya Kari Darshan Shiv Aapo... Shambhu Charane Padi

71
૩૦

શ્રી કૃષ્ણ શરણં મમ

શ્રી કૃષ્ણ શરણંમમશ્રી કૃષ્ણ શરણં મમ
કદંબ કેરી ડાળોબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
યમુના કેરી પાળોબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
વ્રજ ચોરાસી કોસબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
કુંડ-કુંડની સીડીઓબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
કમલ-કમલ પર મધુકરબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
ડાળ-ડાળ પર પક્ષીબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
વૃન્દાવનનાં વૃક્ષોબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
ગોકુળિયાની ગાયોબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
કુંજ-કુંજ વન-ઉપવનબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
વ્રજ-ભૂમિના રજકણબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
રાસ રમંતાં ગોપીબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
ધેનુ ચરાવતાં ગોપબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
વાજાં ને તબલાંમાંબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
શરણાઈ ને વાજિંત્રોબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
નૃત્ય કરંતી નારીબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
કેસર કેરી ક્યારીબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
આકાશે - પાતાળેબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
ચૌદ લોક બ્રહ્માંડેબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
ચંદ્રસરોવર ચોકેબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
પત્ર-પત્ર શાખાએબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
આંબ લીંબુ ને જાંબુબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
વનસ્પતિ હરિયાળીબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
72
30

Shri-Krushnah Sharanam Mam

Shri-Krushnah SharanamMamShri-Krushnah Sharanam Mam
Kadamb Keri DaloBoleShri-Krushnah Sharanam Mam
Yamuna Keri PaloBoleShri-Krushnah Sharanam Mam
Vraj Chorashi KosBoleShri-Krushnah Sharanam Mam
Kund-Kund-Ni SidioBoleShri-Krushnah Sharanam Mam
Kamal-Kamal Par MadhukarBoleShri-Krushnah Sharanam Mam
Dal-Dal Par PakshiBoleShri-Krushnah Sharanam Mam
Vrundavan-Nan VrukshoBoleShri-Krushnah Sharanam Mam
Gokuliya-Ni GayoBoleShri-Krushnah Sharanam Mam
Kunj-Kunj Van-UpavanBoleShri-Krushnah Sharanam Mam
Vraj-Bhumi-Na RajkanBoleShri-Krushnah Sharanam Mam
Ras Ramantan GopiBoleShri-Krushnah Sharanam Mam
Dhenu Charavatan GopBoleShri-Krushnah Sharanam Mam
Vajan Ne Tabalan-ManBoleShri-Krushnah Sharanam Mam
Sharnai Ne VajintroBoleShri-Krushnah Sharanam Mam
Nrutya Karanti NariBoleShri-Krushnah Sharanam Mam
Kesar Keri KyariBoleShri-Krushnah Sharanam Mam
Akashe - PataleBoleShri-Krushnah Sharanam Mam
Chaud Lok BrahmandeBoleShri-Krushnah Sharanam Mam
Chandra-Sarovar ChokeBoleShri-Krushnah Sharanam Mam
Patra-Patra ShakhaeBoleShri-Krushnah Sharanam Mam
Amb Limbu Ne JambuBoleShri-Krushnah Sharanam Mam
Vanaspati HariyaliBoleShri-Krushnah Sharanam Mam
73
૩૦

શ્રી કૃષ્ણ શરણં મમ (ચાલુ)

જતીપુરાના લોકોબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
મથુરાજીના ચોબાબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
ગોવર્ધનને શિખરેબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
ગલી-ગલી ગહેવર વનબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
વેણુ સ્વર સંગીતબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
કલા કરંતા મોરબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
પુલિન-કંદરા મધુવનબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
શ્રી યમુનાજીની લહેરોબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
આંબા-ડાળે કોયલબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
તુલસીજીના ક્યારાબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
સર્વ જગતમાં વ્યાપકબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
વિરહી જનનાં હૈયાંબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
કૃષ્ણ-વિયોગે આતુરબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
વલ્લભી વૈષ્ણવ સર્વેબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
મધુર વીણા વાજિંત્રોબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
કુમુદિની સરોવરમાંબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
ચંદ્ર-સૂર્ય આકાશેબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
અષ્ટ પ્રહર આનંદેબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
રોમ-રોમ વ્યાકુલ થઈબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
મહામંત્ર મન મોદેબોલેશ્રી કૃષ્ણ શરણં મમ
યુગલ-ચરણ અનુરાગેબોલેશ્રી કૃષ્ણ શરણં મમ

શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે (૨)
શ્રી રાધે જય જય રાધે, રાધે (૨)
શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે (૨)

74
30

Shri-Krushnah Sharanam Mam (contd.)

Jatipura-Na LokoBoleShri-Krushnah Sharanam Mam
Mathuraji-Na ChobaBoleShri-Krushnah Sharanam Mam
Govardhan-Ne ShikhareBoleShri-Krushnah Sharanam Mam
Gali-Gali Gahevar-VanBoleShri-Krushnah Sharanam Mam
Venu-Svar SangeetBoleShri-Krushnah Sharanam Mam
Kala Karanta MorBoleShri-Krushnah Sharanam Mam
Pulin-Kandara MadhuvanBoleShri-Krushnah Sharanam Mam
Shri-Yamunaji-Ni LaheroBoleShri-Krushnah Sharanam Mam
Amba-Dale KoyalBoleShri-Krushnah Sharanam Mam
Tulasiji-Na KyaraBoleShri-Krushnah Sharanam Mam
Sarv-Jagat-Man VyapakBoleShri-Krushnah Sharanam Mam
Virahi Jan-Nan HaiyanBoleShri-Krushnah Sharanam Mam
Krushna-Viyoge AturBoleShri-Krushnah Sharanam Mam
Vallabhi Vaishnav SarveBoleShri-Krushnah Sharanam Mam
Madhur Vina VajintroBoleShri-Krushnah Sharanam Mam
Kumudini Sarovar-ManBoleShri-Krushnah Sharanam Mam
Chandra-Surya AkasheBoleShri-Krushnah Sharanam Mam
Ashta-Prahar AnandeBoleShri-Krushnah Sharanam Mam
Rom-Rom Vyakul ThaiBoleShri-Krushnah Sharanam Mam
Maha Mantra Man ModeBoleShri-Krushnah Sharanam Mam
Yugal-Charan AnurageBoleShri-Krushnah Sharanam Mam

Shri Radhe Govind Bhaj Man Shri Radhe (2)
Shri Radhe Jay Jay Radhe, Radhe (2)
Shri Radhe Govind Bhaj Man Shri Radhe (2)

75
૩૧

કાનજી તારી મા કહેશે

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે
એટલું કહેતાં નહિ માનો તો ગોકુળ મેલી દેશું રે

માખણ ખાતાં ન આવડે કાનજી, મુખ થયું છે તારું એઠું રે
ગોપીઓએ તારું ઘર ઘેર્યું, જઈ ખૂણામાં બેઠું રે કાનજી...

ઝુલણી પહેરતાં ન આવડે કાનજી, અમે તને પહેરાવતાં રે
ભરવાડોની ગાળો ખાતો તો, અમે તને છોડાવતાં રે કાનજી...

કાલો ઘેલો તારા માતપિતાનો, અમને શેના કોડ રે
કરમ સંજોગે આવી મળ્યાં, આંગણાં જોડાજોડ રે કાનજી...

ઘૂંટણિયાભેર હાલતો ચાલતો, બોલતો કાલું ઘેલું રે
ભલે મળ્યા મહેતા નરસિંહનો સ્વામી, પ્રેમભક્તિમાં રેલું રે કાનજી...

76
31

Kanji Tari Ma Kaheshe

Kanji Tari Ma Kaheshe Pan Ame Kanudo Kaheshu Re
Etalu Kaheta Nahi Mano To Gokul Meli Deshu Re

Makhan Khata Na Aavade Kanji, Mukh Thayu Taru Ethu Re
Gopiyo E Taru Ghar Gheryu, Jai Khunama Bethu Re Kanji...

Zulani Perata Na Aavade Kanji, Ame Tane Peravata Re
Bharvado Ni Galo Khato To, Ame Tane Chhodavata Re Kanji...

Kalo Ghelo Tara Matpita No, Amane Shena Kod Re
Karam Sanjoge Aavi Malya, Aangana Joda Jod Re Kanji...

Ghuntaniya Bher Halato Chalato, Bolato Kalu Ghelu Re
Bhale Malya Mehta Narsinh No Swami, Prem Bhakti Ma Relu Re Kanji...

77
૩૨

ગાડું મારું ક્યાં લઈ જાય

હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું
કાંઈ ન જાણું રે... કાંઈ ન જાણું... કાંઈ ન જાણું
ધરમ કરમના જોડ્યા બળદિયા,
ધીરજની લગામ તાણું કાંઈ ન જાણું...

સુખ ને દુઃખનાં પૈડાં ઉપર ગાડું ચાલ્યું જાય...
કદી ઊગે આશાનો સૂરજ કદી અંધારું થાય...
હે... મારી મુજને ખબર નથી કાંઈ... (૨)
ક્યાં મારું ઠેકાણું કાંઈ ન જાણું...

પાંપણ પાતાળે સ્વપ્નાં સંઘર્યાં...
મનની સાંકળ વાસી રે... ઉપર મનની સાંકળ વાસી રે
ડગર ડગર આવે નગરિયાં... ના આવે મારું કાશી રે... (૨)
હે ક્યારે વેરણ રાત વીતે ને
ક્યારે વાયે વહાણું કાંઈ ન જાણું...

ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનું ?
અગમનિગમનો ખેલ અગોચર, મનમાં મારે મૂંઝાવાનું
હે હરતું-ફરતું શરીર તો છે
પીંજર એક પારણું કાંઈ ન જાણું...

78
32

Gadun Marun Kyan Lai Jay

Hari Tun Gadun Marun Kyan Lai Jay, Kain Na Janun,
Kain Na Janun Re... Kain Na Janun... Kain Na Janun.
Dharam Karam Na Jodya Baladiya,
Dhiraj-Ni Lagam Tanun Kain Na Janun...

Sukh Ne Dukh-Na Paidan Upar Gadun Chalyun Jay...
Kadi Uge Asha-No Suraj Kadi Andharun Thay...
He... Mari Muj-Ne Khabar Nathi Kai... (2)
Kyan Marun Thekanun Kain Na Janun...

Panpan Patale Svapnan Sangharyan...
Man-Ni Sankal Vasi Re... Upar Man-Ni Sankal Vasi Re
Dagar-Dagar Ave Nagariyan... Na Ave Marun Kashi Re... (2)
He Kyare Veran Rat Vite Ne
Kyare Vaye Vahanun Kain Na Janun...

Kyan-Thi Avyo, Kyan Javanun, Kyan Mare Rahevanun ?
Agam-Nigam No Khel Agochar, Man-Man Mare Munzavanun,
He Haratun-Faratun Sharir To Chhe
Pinjar Ek Paranun Kain Na Janun...

79
૩૩

ભજન (કોઈ કોઈનું નથી રે)

કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી.
નાહકના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી.
...કોઈ કોઈનું નથી રે.

જનની જનેતાએ જન્મ જ દીધો,
પાળી પોષીને તેને મોટો જ કીધો
પરણ્યા પછી માના સામું જોતો નથી રે, કોઈ કોઈનું નથી.
...કોઈ કોઈનું નથી રે.

આ મારો દીકરો ને આ મારો બાપ છે,
આ મારી ઘરવાળી ને આ મારી માત છે,
મૂઆના સંગાથે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું નથી.
...કોઈ કોઈનું નથી રે.

મનથી માની રહ્યો છે આ બધાં મારાં
માની લે જીવડા કોઈ નથી તારાં
સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી.
...કોઈ કોઈનું નથી રે.

કંઈક ગયા ને કંઈક જવાના,
ના કોઈ રહ્યા કે ના કોઈ રહેવાના
ગયા તેના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી.
...કોઈ કોઈનું નથી રે.

ભક્તમંડળ કહે છે પ્રભુને ભજી લ્યો,
માનવનો દેહ મળ્યો ફેરો સુધારી લ્યો
પ્રભુ વિના કોઈ સંગાથી નથી રે, કોઈ કોઈનું નથી.
...કોઈ કોઈનું નથી રે.

80
33

Bhajan (Koi Koinu Nathi Re)

Koi Koinu Nathi Re, Koi Koinu Nathi.
Nahakna Maro Badha Mathi Mathi Re, Koi Koinu Nathi
.... Koi Koinu Nathi Re

Janani Janetaye Janma Didho,
Pali Poshine Tane Moto Kidho,
Paranya Pachhi Maana Samu Joto Nathi Re, Koi Koinu Nathi
.... Koi Koinu Nathi Re

Aa Maro Dikaro Ne Aa Maro Baap Chhe,
Aa Mari Gharwali Ne Aa Mari Maat Chhe,
Muana Sanghathe Koi Jatu Nathi Re, Koi Koinu Nathi
.... Koi Koinu Nathi Re

Manthi Mani Rahyo Chhe Aa Badha Mara
Mani Le Jivda Koi Nathi Taara
Swarth Vina Priti Koi Karatu Nathi Re, Koi Koinu Nathi
.... Koi Koinu Nathi Re

Kaink Gaya Ne Kaink Javana,
Na Koi Rahya Ke Na Koi Rahevana
Gaya Tena Koi Samachar Nathi Re, Koi Koinu Nathi
.... Koi Koinu Nathi Re

Bhakt Mandal Kahe Chhe Prabhune Bhajilyo,
Manavno Deh Malyo Fero Sudhari Lyo,
Prabhu Vina Koi Sanghathi Nathi Re, Koi Koinu Nathi
.... Koi Koinu Nathi Re

81
૩૪

એક દિન જાવું હરિના ધામમાં

એક દિન જાવું હરિના ધામમાં (૨)
ચેતીને ચાલજો સંસારમાં, - એક દિન જાવું હરિના ધામમાં

જોજો એ દિવસ ઓચિંતો આવશે (૨)
રહેજો ગોવિંદના ગાનમાં, - એક દિન જાવું હરિના ધામમાં

એની ખબરનો સંદેશો નહીં આવે (૨)
નહીં આવે તાર કે ટપાલમાં, - એક દિન જાવું હરિના ધામમાં

લેશે જવાબ ત્યાં તો પાપના ને પુણ્યના (૨)
સમજીને રહેજો શાનમાં, - એક દિન જાવું હરિના ધામમાં

મારાં મારાં જેને માની રહ્યા છો (૨)
ત્યાં તો એક નહીં આવે એ કામમાં, - એક દિન જાવું હરિના ધામમાં

ભક્તમંડળ કહે છે હરિને ભજી લ્યો (૨)
રાખોને ચિત્ત ભગવાનમાં, - એક દિન જાવું હરિના ધામમાં

82
34

Ek Din Jaavu Harina Dham Ma

Ek Din Jaavu Harina Dham Ma (2)
Chetine Chaljo Sansarma, - Ek Din Jaavu Harina Dham Ma

Jojo Ae Divas Ochinto Aavshe (2)
Rahejo Govind Na Gaan Ma, - Ek Din Jaavu Harina Dham Ma

Eni Khabarno Sandesho Nahi Aave (2)
Nahi Aave Taar Ke Tapalma, - Ek Din Jaavu Harina Dham Ma

Leshe Jawab Tyan To Paapna Ne Punyana (2)
Samajine Rahejo Shaanma, - Ek Din Jaavu Harina Dham Ma

Maara Maara Jene Mani Rahya Chho (2)
Tyan To Nahi Aave Ae Kaam Ma, - Ek Din Jaavu Harina Dham Ma

Bhakt Mandal Kahe Chhe Hari Ne Bhaji Lyo (2)
Rakho Ne Chitt Bhagvaan Ma, - Ek Din Jaavu Harina Dham Ma

83
૩૫

હંસલો ચાલ્યો જવાનો

હંસલો ચાલ્યો જવાનો એકલો રે,
સંગમાં આવે પુણ્ય ને પાપ. હંસલો...

ત્યાં નથી કોઈનો રે સંગાથ,
ત્યાં નથી કોઈનો રે મેળાપ. હંસલો...

ભાથું ભક્તિનું સાથે લઈ લેજો રે,
ત્યાં નથી વાણિયા કેરી હાટ. હંસલો...

સંગ તો સાચા ગુરુનો સેવજો રે,
એ તો ઉતારશે ભવપાર. હંસલો...

જેટલો વખત ભજનમાં ગાળશો રે,
તેટલો ચોપડે જમા થાય. હંસલો...

સુખ તો રામના નામનું સેવજો રે,
તે છે મુક્તિનો દેનાર. હંસલો...

84
35

Hansalo Chalyo Java-No

Hansalo Chalyo Java-No Ekalo Re,
Sang-Man Ave Punya Ne Pap Hansalo...

Tyan Nathi Koi-No Re Sangath,
Tyan Nathi Koi-No Re Melap Hansalo...

Bhathun Bhakti-Nun Sathe Lai Lejo Re,
Tyan Nathi Vaniya Keri Hat Hansalo...

Sang To Sacha Guru-No Sevajo Re,
E To Utarashe Bhav-Par Hansalo...

Jetalo Vakhat Bhajan-Man Galasho Re,
Tetalo Chopade Jama Thay Hansalo...

Sukh To Ram-Na Nam-Nun Sevajo Re,
Te Chhe Mukti-No Denar Hansalo...

85
૩૬

મોટા ઘરનું તેડું

સાખી

રામ ભજી લે, પ્રાણિયા, પછી ભજાશે નહીં
તારી કાયા થાશે જાંજરી, બેઠું રહેવાશે નહીં

તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે (૨)
આનાકાની કાંઈ નહીં ચાલે (૨)
જ્યારે એ બોલાવશે તારે મોટા ઘરનું તેડું...

બિસ્તર સાથે નહીં લેવા દે,
સંદેશો પણ નહીં કહેવા દે
તુજને તારા ઘર માંહેથી...
એકલો ઉઠાવશે તારે મોટા ઘરનું તેડું...

સગાં સંબંધી જોતાં રહેશે,
રોતાં રોતાં વિદાય લેશે,
મારગડામાં ખાવા માટે
ભાથું ના બંધાવશે તારે મોટા ઘરનું તેડું...

પૂરું જીવતર એળે જાશે,
આવ્યો એવો જગથી જાશે,
પ્રભુજી જ્યારે પૂછશે ત્યારે,
જવાબ ક્યાંથી આપશે તારે મોટા ઘરનું તેડું...

પુનિત પદવી તુજને આપી,
માનવ તન-મન દીધો સ્થાપી,
દલ બદલ ભટકાવશે તારે મોટા ઘરનું તેડું...

86
36

Mota Ghar Nun Tedun

SAKHI

Ram Bhaji Le, Praniya, Pachhi Bhajashe Nahi,
Tari Kaya Thashe Janjari, Bethun Rahevashe Nahi.

Tare Mota Ghar-Nun Tedun Ek Din Avashe (2)
Anakani Kain Nahi Chale (2)
Jyare E Bolavashe Tare Mota Ghar-Nun Tedun...

Bistar Sathe Nahi Leva De,
Sandesho Pan Nahi Kaheva De,
Tuj-Ne Tara Ghar-Mahethi,
Ekalo Uthavashe Tare Mota Ghar-Nun Tedun...

Saga-Sambandhi Jota Raheshe,
Rota-Rota Viday Leshe,
Maragada-Man Khava Mate,
Bhathun Na Bandhavashe Tare Mota Ghar-Nun Tedun...

Puru Jivatar Ele Jashe,
Avyo Evo Jag-Thi Jashe,
Prabhuji Jyare Puchhashe Tyare,
Javab Kyan-Thi Apashe Tare Mota Ghar-Nun Tedun...

Punit Padavi Tuj-Ne Api,
Manav Tan-Man Didho Sthapi,
Dal-Badal Bhatkavashe Tare Mota Ghar-Nun Tedun...

87
૩૭

સમય મારા સાધજે વહાલા

સમય મારા સાધજે વહાલા, કરું હું તો કાલાવાલા

અંત સમય મારો આવશે જ્યારે,
નહીં રહે દેહનું ભાન (૨)
એવે સમય મુખે તુલસી દેજો,
દેજો યમુના પાન (૨)

જીભલડી મારી પરવશ બનશે,
જો હારી બેસું હું હામ (૨)
એવે સમય મારી વ્હારે ચઢીને,
રાખજે તારું નામ (૨)

કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે,
તૂટશે જીવનદોર (૨)
એવે સમય મારા અલબેલાજી,
કરજો બંસરી શોર (૨)

આંખલડી મારી પાવન કરજો ને,
દેજો એક જ લ્હાણ (૨)
શ્યામસુંદર તારી ઝાંખી કરીને,
ભક્તો છોડે પ્રાણ (૨)

88
37

Samay Mara Sadhaje Vahala

Samay Mara Sadhaje Vahala, Karu Hun To Kalavala

Ant Samay Maro Avashe Jyare,
Nahi Rahe Deha Nu Bhan (2)
Eve Samay Mukhe Tulasi Dejo,
Dejo Yamuna Pan (2)

Jibhaladi Mari Paravash Banashe,
Jo Hari Besu Hun Ham (2)
Eve Samay Mari Vhare Chadhi Ne,
Rakhaje Tarun Nam (2)

Kanth Rundhashe Ne Nadiyo Tutashe,
Tutashe Jivan Dor (2)
Eve Samay Mara Albelaji,
Karajo Bansari Shor (2)

Ankhaladi Mari Pavan Karajo Ne,
Dejo Ek Ja Lahan (2)
Shyam Sundar Tari Zankhi Kari Ne,
Bhakto Chhode Pran (2)

89
૩૮

મારા ઘટમાં બિરાજતાં

મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી.
મારું મનડું છે ગોકુળ-વનરાવન,
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન,
મારા પ્રાણજીવન... મારા ઘટમાં...

મારા આતમના આંગણે શ્રી મહાકૃષ્ણજી,
મારી આંખો વિશે ગિરિધારી રે ધારી,
મારું તન-મન (૨) ગયું છે જેને વારી રે વારી,
મારા શ્યામ મોરારિ... મારા ઘટમાં...

મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા,
નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા,
મેં તો વલ્લભ (૨) પ્રભુજીનાં કીધાં છે દર્શન,
મારું મોહી લીધું મન... મારા ઘટમાં...

હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું,
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું,
મેં તો ચિતડું (૨) શ્રીનાથજીને ચરણે ધર્યું,
જીવન સફળ કર્યું... મારા ઘટમાં...

મેં તો ભક્તિ-મારગ કેરો સંગ રે સાધ્યો,
મેં તો પુષ્ટિ-મારગ કેરો સંગ રે સાધ્યો,
મને ધોળ-કીર્તન કેરો રંગ રે લાગ્યો,
મેં તો લાલાની (૨) લાલી કેરો નંગ રે માગ્યો,
હીરલો હાથ રે લાગ્યો... મારા ઘટમાં...

આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે,
વારે વારે માનવદેહ કદી ના મળે,
ફેરો લખ રે (૨) ચોરાશીનો મારો રે ફળે,
મને મોહન મળે... મારા ઘટમાં...

મારી અંત-સમય કેરી સુણો રે અરજી,
લેજો ચરણોમાં, નાથજી, દયા રે કરી,
લેજો શરણોમાં, શ્રીજીબાવા, દયા રે કરી,
મને તેડાં રે (૨) યમ કેરાં કદી ના આવે,
મારો નાથ તેડાવે... મારા ઘટમાં...

90
38

Mara Ghat-Man Birajatan

Mara Ghat-Man Birajatan Shrinathji, Yamunaji, Maha Prabhuji.
Marun Manadun Chhe Gokul-Vanaravan,
Mara Tan-Na Anganiyaman Tulasi-Nan Van,
Mara Pranjivan... Mara Ghat-Man...

Mara Atam-Na Angane Shri-Mahakrushnaji,
Mari Ankho Vishe Giridhari Re Dhari,
Marun Tan-Man (2) Gayun Chhe Jene Vari Re Vari,
Mara Shyam Morari... Mara Ghat-Man...

Mara Pran Thaki Mane Vaishnav Vahala,
Nit Karata Shrinathji-Ne Kala Re Vala,
Men To Vallabh (2) Prabhuji-Nan Kidhan Chhe Darshan,
Marun Mohi Lidhun Man... Mara Ghat-Man...

Hun To Nitya Viththal-Var-Ni Seva Re Karun,
Hun To Athe Sama Keri Zankhi Re Karun,
Men To Chitadun (2) Shrinathji-Ne Charane Dharyun,
Jivan Safal Karyun... Mara Ghat-Man...

Men To Bhakti-Marag Kero Sang Re Sadhyo,
Men To Pushti-Marag Kero Sang Re Sadhyo,
Mane Dhol-Kirtan Kero Rang Re Lagyo,
Men To Lala-Ni (2) Lali Kero Nang Re Magyo,
Hiralo Hath Re Lagyo... Mara Ghat-Man...

Avo Jivan-Man Lahavo Fari Kadi Na Male,
Vare-Vare Manav-Deh Kadi Na Male,
Fero Lakh-Re (2) Chorashi-No Maro Re Fale,
Mane Mohan Male... Mara Ghat-Man...

Mari Ant-Samay Keri Suno Re Araji,
Lejo Charano-Man, Nathji, Daya Re Kari,
Lejo Sharano-Man, Shriji-Bava, Daya Re Kari,
Mane Tedan Re (2) Yam Keran Kadi Na Ave,
Maro Nath Tedave... Mara Ghat-Man...

91
૩૯

શ્રી ભગવન્નામ - ધ્વનિ

મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાંશ્રીનાથજી
યમુનાજીને કાંઠે રમતા રંગીલાશ્રીનાથજી
રંગીલા શ્રીનાથજી અલબેલાશ્રીનાથજી
વલ્લભકુલના વહાલા બોલો રંગીલાશ્રીનાથજી
મધુવનમાં શ્રીનાથજી, કુંજનમાંશ્રીનાથજી
વૃન્દાવનમાં રાસ રમતા રંગીલાશ્રીનાથજી
નંદગામ શ્રીનાથજી, બરસાનેશ્રીનાથજી
કામવનમાં ક્રીડા કરતા રંગીલાશ્રીનાથજી
દાનગઢ શ્રીનાથજી, માનગઢશ્રીનાથજી
સાંકડી ખોરે ગોરસ ખાતા રંગીલાશ્રીનાથજી
સંકેતમાં શ્રીનાથજી, વનવનમાંશ્રીનાથજી
ગહેવરવનમાં રાસ રમતા રંગીલાશ્રીનાથજી
ગોવર્ધન શ્રીનાથજી, મારગમાંશ્રીનાથજી
માનસીગંગામાં મન હરતા રંગીલાશ્રીનાથજી
રાધાકુંડ શ્રીનાથજી, કૃષ્ણકુંડશ્રીનાથજી
ચંદ્રસરોવર ચોકે રમતા રંગીલાશ્રીનાથજી
વૃક્ષ-વૃક્ષ શ્રીનાથજી, ડાળ-ડાળશ્રીનાથજી
પત્ર-પત્ર ને પુષ્પે રમતા રંગીલાશ્રીનાથજી
આન્યોરમાં શ્રીનાથજી, ગોવિંદકુંડશ્રીનાથજી
અપ્સરાકુંડે આનંદ કરતા રંગીલાશ્રીનાથજી
ગલી-ગલી શ્રીનાથજી, કુંડ-કુંડશ્રીનાથજી
સુરભિકુંડે સ્નાન કરતાશ્રીનાથજી
મંદિરમાં શ્રીનાથજી, પર્વત પરશ્રીનાથજી
92
39

Shri Bhagvannam Dhvani

Mathura-Man Shrinathji, Gokul-ManShrinathji
Yamunaji Ne Kanthe Ramata RangilaShrinathji
Rangila Shrinathji AlbelaShrinathji
Vallabh-Kul-Na Vahala Bolo RangilaShrinathji
Madhuvan-Man Shrinathji, Kunjan-ManShrinathji
Vrundavan-Man Ras Ramata RangilaShrinathji
Nand-Gam Shrinathji, BarsaneShrinathji
Kamvan-Man Krida Karata RangilaShrinathji
Dangadh Shrinathji, MangadhShrinathji
Sankadi Khore Goras Khata RangilaShrinathji
Sanket-Man Shrinathji, Van-Van-ManShrinathji
Gahevar-Van-Man Ras Ramata RangilaShrinathji
Govardhan Shrinathji, Marag-ManShrinathji
Manasi-Ganga-Man Man Harata RangilaShrinathji
Radha-Kund Shrinathji, Krushna-KundShrinathji
Chandra-Sarovar Choke Ramata RangilaShrinathji
Vruksha-Vruksha Shrinathji, Dal-DalShrinathji
Patra-Patra Ne Pushpe Ramata RangilaShrinathji
Anyor-Man Shrinathji, Govind-KundShrinathji
Apsara-Kunde Anand Karata RangilaShrinathji
Gali-Gali Shrinathji, Kund-KundShrinathji
Surabhi-Kunde Snan KarataShrinathji
Mandir-Man Shrinathji, Parvat ParShrinathji
93
૩૯

શ્રી ભગવન્નામ - ધ્વનિ (ચાલુ)

જતીપુરામાં પ્રગટ બિરાજે રંગીલાશ્રીનાથજી
બિલછુવન શ્રીનાથજી, કુસુમખોરશ્રીનાથજી
મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાંશ્રીનાથજી
યમુનાજીને કાંઠે રમતા રંગીલાશ્રીનાથજી
રંગીલા શ્રીનાથજી, અલબેલાશ્રીનાથજી
વલ્લભકુલના વહાલા બોલો રંગીલાશ્રીનાથજી
મધુવનમાં શ્રીનાથજી, કુંજનમાંશ્રીનાથજી
વૃન્દાવનમાં રાસ રમતા રંગીલાશ્રીનાથજી
નંદગામ શ્રીનાથજી, બરસાનેશ્રીનાથજી
કામવનમાં ક્રીડા કરતા રંગીલાશ્રીનાથજી
દાનગઢ શ્રીનાથજી, માનગઢશ્રીનાથજી
સાંકડી ખોરે ગોરસ ખાતા રંગીલાશ્રીનાથજી
સંકેતમાં શ્રીનાથજી, વનવનમાંશ્રીનાથજી
ગહેવરવનમાં રાસ રમતા રંગીલાશ્રીનાથજી
ગોવર્ધન શ્રીનાથજી, મારગમાંશ્રીનાથજી
માનસીગંગામાં મન હરતા રંગીલાશ્રીનાથજી
રાધાકુંડ શ્રીનાથજી, કૃષ્ણકુંડશ્રીનાથજી
94
39

Shri Bhagvannam Dhvani (contd.)

Jatipura-Man Pragat Biraje RangilaShrinathji
Bilachhu-Van Shrinathji, Kusum-KhorShrinathji
Mathura-Man Shrinathji, Gokul-ManShrinathji
Yamunaji-Ne Kanthe Ramta RangilaShrinathji
Rangila Shrinathji, AlbelaShrinathji
Vallabh-Kul-Na Vahala Bolo RangilaShrinathji
Madhuvan-Man Shrinathji, Kunjan-ManShrinathji
Vrundavan-Man Raas Ramta RangilaShrinathji
Nandgam Shrinathji, BarsaneShrinathji
Kamvan-Man Krida Karta RangilaShrinathji
Dangadh Shrinathji, MangadhShrinathji
Sankadi Khore Goras Khata RangilaShrinathji
Sanket-Man Shrinathji, Van-Van-ManShrinathji
Gahevarvan-Man Raas Ramta RangilaShrinathji
Govardhan Shrinathji, Marag-ManShrinathji
Manasi-Ganga-Man Man Harata RangilaShrinathji
Radha-Kund Shrinathji, Krushna-KundShrinathji
95
૪૦

પંખીડા ઓ પંખીડા

(રાગ : પંખીડા તું ઊડી જાજે પાવાગઢ રે)

પંખીડા રે ઊડીને જાજે વીરપુર ગામ,
જોગી જલારામને જઈને કહેજો સીતારામ !

મારી સરખી સાહેલી તમે વહેલી આવો રે,
જોગી જલિયાણને આવી મોતીડે વધાવો !
હેતે વધાવો, સ્નેહે વધાવો, પ્રેમે વધાવો,
જોગી જલારામને... પંખીડા રે...

જલારામના ભક્તો તમે વહેલા આવો રે,
જલારામ જયંતીનો પ્રસાદ લાવો રે,
શ્રીફળ લાવો, સાકર લાવો, વહેલા આવો રે !
જોગી જલારામને... પંખીડા રે...

દેશ-પરદેશના ભક્તો તમે વહેલા આવો રે,
માતા વીરબાઈને કાજે રૂડી ચૂંદડી લાવો રે,
સારી લાવો, સુંદર લાવો, વહેલા આવો રે !
જોગી જલારામને... પંખીડા રે...

સંતોનાં પંખીડાં, તમે ઊડતાં રહેજો રે,
કાયમ સંદેશો સંતોને કહેતાં જજો રે,
રમતાં રહેજો, ઊડતાં રહેજો, ગમતાં રહેજો રે,
જોગી જલારામને... પંખીડા રે...

96
40

Pankhida O Pankhida

(Rag : Pankhida Tun Udi Jaje Pavagadh Re)

Pankhida Re Udi-Ne Jaje Virpur Gam,
Jogi Jalaram-Ne Jaine Kahejo Sitaram !

Mari Sarakhi Saheli Tame Vaheli Avo Re,
Jogi Jaliyan-Ne Avi Motide Vadhavo !
Hete Vadhavo, Snehe Vadhavo, Preme Vadhavo,
Jogi Jalaram-Ne... Pankhida Re...

Jalaram Na Bhakto Tame Vahela Avo Re,
Jalaram Jayanti-No Prasad Lavo Re,
Shrifal Lavo, Sakar Lavo, Vahela Avo Re !
Jogi Jalaram-Ne... Pankhida Re...

Desh-Pardesh-Na Bhakto Tame Vahela Avo Re,
Mata Virbai-Ne Kaje Rudi Chundadi Lavo Re,
Sari Lavo, Sundar Lavo, Vahela Avo Re !
Jogi Jalaram-Ne... Pankhida Re...

Santo Na Pankhida Tame Udata Rahejo Re,
Kayam Sandesho Santo-Ne Kaheta Jajo Re,
Ramata Rahejo, Udata Rahejo, Gamata Rahejo Re,
Jogi Jalaram-Ne... Pankhida Re...

97
૪૧

જેના મુખમાં રામનું નામ નથી

જેના મુખમાં રામનું નામ નથી,
એવા દુરિજનોનું અહીં કામ નથી.
જેના ઉરમાં રાધેશ્યામ નથી
એને સંસારમાં સુખ ક્યાંય નથી જેના મુખ...

જેને સંત સેવામાં પ્રેમ નથી,
તેના માથે ગુરુજીની મહેર નથી,
એ ગુરુજીને વ્હાલો એમ નથી
એને પ્રભુ ભજવાનો નેમ નથી જેના મુખ...

જેના ઘરમાં નીતિ ધર્મ નથી,
એને પૂર્વનાં સત્ય કર્મ નથી,
જેને કથા કીર્તનમાં ધ્યાન નથી,
એને ઈશ્વરની ઓળખાણ નથી જેના મુખ...

તમે સમજો છો પણ જ્ઞાન નથી,
એને ખરાખોટાનું ભાન નથી,
જેને જલાના પરચામાં શ્રદ્ધા નથી,
એને જલારામનું જ્ઞાન નથી જેના મુખ...

98
41

Mukh Ma Ram Nu Naam Nathi

Jena Mukh Ma Ram Nu Naam Nathi
Ava Durijanonu Ahi Kaam Nathi
Jena Urma Radheshyam Nathi
Ene Sansar Ma Sukh Kyany Nathi Jena Mukh...

Jene Sant Sevama Prem Nathi
Tena Mathe Guruji Ni Maher Nathi
E Guruji Ne Vahalo Em Nathi
Ene Prabhu Bhajwano Nem Nathi Jena Mukh...

Jena Gharma Niti Dharma Nathi
Ene Purvana Satya Karma Nathi
Jene Katha Kirtanma Dhyan Nathi
Ene Ishwar Ni Olkhan Nathi Jena Mukh...

Tame Samjo Chho Pan Gyan Nathi
Ene Khara Khota Nu Bhan Nathi
Jene Jalana Parchama Shradha Nathi
Ene Jalaram Nu Gnan Nathi Jena Mukh...

99
૪૨

હે નાથ જોડી હાથ

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ
શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.

વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે
લખ-ચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.

સુસંપત્તિ સુવિચાર સત્કર્મનો દઈ વારસો
જનમોજનમ સત્સંગથી કિરતાર પાર ઉતારજો
આ લોકને પરલોકમાં તવ પ્રેમે રગ રગ વ્યાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.

મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી
દિયો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી
સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.

100
42

He Nath Jodi Hath

He Nath Jodi Hath Paye Premathi Sou Mangiye
Sharan Male Sachun Tamarun Ae Hrudayathi Mangiye
Je Jiva Aavyo Aap Pase Charanman Apanavjo
Paramatma Ae Aatmane Shanti Sachi Aapajo.

Vali Karmana Yoge Kari Je Kulaman Ae Avatare
Tyan Poorna Preme O Prabhuji Aapani Bhakti Kare
Lakh-Chorashi Bandhanone Lakshaman Lai Kapajo
Paramatma Ae Aatmane Shanti Sachi Aapajo.

Susampatti Suvichar Sat-Karmano Dayee Varaso
Janamo-Janam Satsangathi Kirtar Par Utarjo
Aa Lokane Parlokama Tav Preme Rag-Rag Vyapajo
Paramatma Ae Aatmane Shanti Sachi Aapajo.

Male Moksh Ke Sukh Svargana Asha Ure Evi Nathi
Diyo Deh Durlabh Manavino Bhajan Karva Bhavathi
Sachun Batavi Roop Shree Ranchhod Hrudaye Sthapajo
Paramatma Ae Aatmane Shanti Sachi Aapajo.

101
૪૩

અબ સૌંપ દિયા ઈસ જીવન કા

અબ સૌંપ દિયા ઈસ જીવન કા, સબ ભાર તુમ્હારે હાથોં મેં (૨)
હૈ જીત તુમ્હારે હાથોં મેં, ઔર હાર તુમ્હારે હાથોં મેં (૨)

મેરા નિશ્ચય બસ એક યહી, એક બાર તુમ્હેં પા જાઉં મૈં (૨)
અર્પણ કર દૂં દુનિયા ભર કા, સબ પ્યાર તુમ્હારે હાથોં મેં (૨)

જો જગ મેં રહૂં તો ઐસે રહૂં, જ્યોં જલ મેં કમલ કા ફૂલ રહે (૨)
મેરે સબ ગુણ દોષ સમર્પિત હોં, કરતાર તુમ્હારે હાથોં મેં (૨)

યદિ માનવ કા મુઝે જન્મ મિલે, તો તવ ચરણોં કા પૂજારી બનું (૨)
ઈસ પૂજક કી એક એક રગ કા, હો તાર તુમ્હારે હાથોં મેં (૨)

જબ જબ સંસાર કા કૈદી બનું, નિષ્કામ ભાવ સે કર્મ કરું (૨)
ફિર અંત સમય મેં પ્રાણ તનું, નિરાકાર ભગવાન તુમ્હારે હાથોં મેં (૨)

મુઝ મેં તુઝ મેં બસ ભેદ યહી, મૈં નર હૂં તુમ નારાયણ હો (૨)
મૈં હૂં સંસાર કે હાથોં મેં, સંસાર તુમ્હારે હાથોં મેં (૨)

અબ સૌંપ દિયા ઈસ જીવન કા, સબ ભાર તુમ્હારે હાથોં મેં (૨)

102
43

Ab Saunp Diya Is Jivan Ka

Ab Saunp Diya Is Jivan Ka, Sab Bhaar Tumhare Haatho Me (2)
Hai Jit Tumhare Haatho Me, Aur Haar Tumhare Haatho Me (2)

Mera Nischay Bas Ek Yahi, Ek Baar Tumhe Pa Jaun Me (2)
Arpan Kar Du Duniya Bhar Ka, Sab Pyaar Tumhare Haatho Me (2)

Jo Jag Me Rahun To Aise Rahun, Jyon Jal Me Kamal Ka Phul Rahe (2)
Mere Sab Gun Dosh Samarpit Ho, Kartaar Tumhare Haatho Me (2)

Yadi Maanav Ka Muze Janm Mile, To Tav Charno Ka Pujari Banu (2)
Is Pujak Ki Ik Ik Rag Ka, Ho Taar Tumhare Haatho Me (2)

Jab Jab Sansar Ka Kaidi Banu, Nishkaam Bhav Se Karm Karu (2)
Phir Ant Samay Me Praan Tanu, Nirakar Bhagwan Tumhare Haatho Me (2)

Muz Me Tuz Me Bas Bhed Yahi, Main Nar Hun Tum Naarayan Ho (2)
Main Hun Sansar Ke Haatho Me, Sansaar Tumhare Haatho Me (2)

Ab Saunp Diya Is Jivan Ka, Sab Bhaar Tumhare Haatho Me (2)

103
૪૪

હે રામ !

હે રામ હે રામ
જગ મેં સાચો તેરો નામ

તૂ હી માતા તૂ હી પિતા હૈ
તૂ હી તો હૈ રાધા કા શ્યામ

તૂ અંતરયામી સબ કા સ્વામી
તેરે ચરણોં મેં ચારોં ધામ

તૂ હી બિગાડે તૂ હી સંવારે
ઈસ જગ કે સારે કામ

તૂ હી જગદાતા વિશ્વવિધાતા
તૂ હી સુબહ તૂ હી શામ

104
44

Hey Ram !

Hey Ram Hey Ram
Jag Me Sacho Tero Naam

Tu Hi Mata Tu Hi Pita Hai
Tu Hi To He Radha Ka Shyam

Tu Antaryami Sabka Swami
Tere Charno Me Charo Dham

Tu Hi Bigade Tu Hi Savare
Is Jag Ke Sare Kam

Tu Hi Jag Data Vishvavidhata
Tu Hi Subah Tu Hi Sham.

105
૪૫

આંખ મારી ઊઘડે

આંખ મારી ઊઘડે...
આંખ મારી ઊઘડે ત્યાં સીતારામ દેખું, રાધેશ્યામ દેખું
આંખ મારી ઊઘડે ત્યાં સીતારામ દેખું,
ધન્ય મારું જીવન, કૃપા એની લેખું. (૨)
રામકૃષ્ણ, રામકૃષ્ણ રસના ઉચ્ચારે,
હરિનો આનંદ મારે અંતર આવે. (૨)
રામાયણ ને ગીતા મારી અંતર-આંખો
રામાયણ ને ગીતા મારી અંતર-આંખો
હરિએ દીધી છે મને ઊડવાની પાંખો. (૨)
રામના વિચારો મારે અઢળક નાણું,
ગાઉં મારે નિશદિન રામનું જ ગાણું (૨)
પ્રભુના ભક્તો મારાં સગાં ને સંબંધી,
પ્રભુના ભક્તો મારાં સગાં ને સંબંધી
છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંધી (૨)
શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી
સૌ સંતો આશિષ સદા દેજો એવી
જેણે રે શ્રી રામ-ચરણરસ ચાખ્યો
જેણે રે શ્રી રામ-ચરણરસ ચાખ્યો
એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો (૨)
જે રસ ધ્રુવ, પ્રહ્લાદે રે ચાખ્યો,
એ રસ અંબરીષે રૂદિયામાં રાખ્યો (૨)
એ રસને જાણે છે શુકદેવ જોગી,
એ રસને જાણે છે શુકદેવ જોગી,
કંઈક જાણે છે પેલો નરસૈંયો ભોગી
આંખ મારી ઊઘડે ત્યાં સીતારામ દેખું, રાધેશ્યામ દેખું,
ઘનશ્યામ દેખું, ધન્ય મારું જીવન, કૃપા એની લેખું.

106
45

Ankh Mari Ughade

Ankh Mari Ughade...
Ankh Mari Ughade Tyan Sitaram Dekhun, Radheshyam Dekhun
Ankh Mari Ughade Tyan Sitaram Dekhun
Dhanya Marun Jivan, Krupa Eni Lekhun. (2)
Ramkrishna, Ramkrishna Rasna Uchchare,
Hari-No Anand Mare Antar Ave (2)
Ramayan Ne Gita Mari Antar-Ankho
Ramayan Ne Gita Mari Antar-Ankho
Hari-E Didhi Chhe Mane Udvani Pankho (2)
Ram-Na Vicharo Mare Adhalak Nanu,
Gavun Mare Nishdin Ram-Nun J Ganun (2)
Prabhu-Na Bhakto Mara Saga Ne Sambandhi
Prabhu-Na Bhakto Mara Saga Ne Sambandhi
Chhuti Granthi Tuti Mari Mayani Bandhi (2)
Shuddha Bhakti Vadhe Mari Purnima Jevi
Sou Santo Ashish Sada Dejo Evi
Jene Re Shriram-Charanras Chakhyo
Jene Re Shriram-Charanras Chakhyo
Ene Re Sansarne Mithya Kari Nakhyo (2)
Je Ras Dhruva, Prahlade Re Chakhyo
E Ras Ambarishe Rudiyaman Rakhyo (2)
E Rasne Jane Chhe Shukdev Jogi
E Rasne Jane Chhe Shukdev Jogi
Kanik Jane Chhe Pelo Narsainyo Bhogi
Ankh Mari Ughade Tyan Sitaram Dekhun, Radheshyam Dekhun,
Ghanshyam Dekhun, Dhanya Marun Jivan, Krupa Eni Lekhun.

107
૪૬

તું તો માળા રે જપી લે મારા નામની

રાતે નિદ્રા દિવસે કામ, ક્યારે ભજશો સીતારામ ?
તારી એક-એક પળ જાયે લાખની,
તું તો માળા રે જપી લે મારા નામની.

જૂઠા જગના જૂઠા ખેલ,
મનવા, તારું-મારું મેલ,
તું તો છોડી દેને ચિંતા આખા ગામની તું તો માળા રે...

સાથે લાવ્યા શું લઈ જાશો ?
આવ્યા તેવા ખાલી જાશો,
જીવન ધન્ય રે બનાવો ભક્તિભાવથી તું તો માળા રે...

રાજા રંગીલા રણછોડ,
મારા ચિત્તડાનો ચોર,
મેં તો મૂર્તિ જોઈ છે મારા શ્યામની તું તો માળા રે...

ભક્તિ ખાંડા કેરી ધાર,
નથી ઊંઘણશીનું કામ,
જેને લાગી રે લગન ભગવાનમાં,
તે તો સુખેથી ફરે છે સંસારમાં તું તો માળા રે...

મનમાં લાગે તાલાવેલી,
આંખે આંસુડાંની હેલી,
તમો ચેતીને ચાલો જમના મારથી તું તો માળા રે...

108
46

Tun To Mala Re Japi Le

Rate Nidra Divase Kam, Kyare Bhajasho Sitaram ?
Tari Ek-Ek Pal Jaye Lakh-Ni,
Tun To Mala Re Japi Le Mara Nam-Ni.

Jutha Jag-Na Jutha Khel,
Manava, Tarun-Marun Mel,
Tun To Chhodi De-Ne Chinta Akha Gam-Ni Tun To Mala Re...

Sathe Lavya Shun Lai Jasho ?
Avya Teva Khali Jasho,
Jivan Dhanya Re Banavo Bhakti-Bhav-Thi Tun To Mala Re...

Raja Rangila Ranchhod,
Mara Chitada-No Chor,
Men To Murti Joi Chhe Mara Shyam-Ni Tun To Mala Re...

Bhakti Khanda Keri Dhar,
Nathi Unghanshi-Nun Kam,
Jene Lagi Re Lagan Bhagvan-Man,
Te To Sukhe-Thi Fare Chhe Sansar-Man Tun To Mala Re...

Man-Man Lage Talaveli,
Ankhe Ansuda-Ni Heli,
Tamo Cheti-Ne Chalo Jamna Mar-Thi Tun To Mala Re...

109
૪૭

જીવન થોડું રે રહ્યું

તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું,
કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન...

એને દીધેલા કોલ તમે ભૂલી ગયા, (૨)
જૂઠી માયાને મોહમાં ઘેલા થયા (૨)
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન...

બાળપણ ને યુવાનીમાં અડધું ગયું, (૨)
નહીં ભક્તિના મારગમાં ડગલું ભર્યું (૨)
હવે બાકી છે તેમાં દો ધ્યાન, જીવન...

પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં (૨)
લોભ વૈભવને ધનને તજાશે નહીં (૨)
બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન...

જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો, (૨)
કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો (૨)
છીએ થોડા દિવસના મહેમાન જીવન...

બધા આળસમાં દિન આમ વીતી જાશે, (૨)
પછી ઓચિંતાનું યમનું તેડું થાશે (૨)
નહીં ચાલે તમારું તોફાન, જીવન...

એ જ કહેવું આ બાળકનું ઉરમાં ધરો (૨)
ચિત્ત રાખી રણછોડને ભાવે ધરો (૨)
ઝીલો ઝીલો ભક્તિનું સુકાન જીવન...

110
47

Jeevan Thodu Rahyu

Tame Bhave Bhaji Lyo Bhagwan, Jeevan Thodu Rahyu
Kainka Aatmanu Karajo Kalyan Jeevan...

Ene Didhela Kol Tame Bhuli Gaya (2)
Juthi Maya Ne Mohma Ghela Thaya (2)
Cheto Cheto Shu Bhulya Chho Bhan Jeevan...

Balpan Ne Yuvanima Adadhu Gayu (2)
Nahi Bhaktina Maragma Dagalu Bharyu (2)
Have Baki Chhe Tema Do Dhyan Jeevan...

Pachhi Ghadpanma Govind Bhajashe Nahi (2)
Lobh Vaibhavne Dhanne Tajashe Nahi (2)
Bano Aajthi Prabhuma Mastan Jeevan...

Jara Chetine Bhaktinu Bhathu Bharo (2)
Kainka Dar To Prabhujino Dilma Dharo (2)
Chhiye Thoda Divasna Maheman Jeevan...

Badha Aalasma Din Aam Viti Jashe (2)
Pachhi Ochhintanu Yamnu Tedu Thashe (2)
Nahi Chale Tamaru Tofan Jeevan...

Ej Kahevu Aa Balaknu Urma Dharo (2)
Chitt Rakhi Ranchhodne Bhave Dharo (2)
Zilo Zilo Bhaktinu Sukan Jeevan...

111
૪૮

ભક્તિ કરતાં છૂટે મારો

ભક્તિ કરતાં છૂટે મારો પ્રાણ
પ્રભુ એવું માગું રે
રહે જનમ-જનમો તારો સાથ, પ્રભુ એવું...

તારું મુખડું મનોહર જોયા કરું,
રાત-દહાડો ભજન તારું બોલ્યા કરું
શ્વાસે-શ્વાસે રટું તારું નામ, પ્રભુ એવું...

મારી આશા નિરાશા કરશો નહિ,
મારા અવગુણ હૈયામાં ધરશો નહિ,
રહે અંત-સમય તારું ધ્યાન, પ્રભુ એવું...

મારા તાપને પાપ સમાવી લેજો,
તારા બાળકને દાસ બનાવી લેજો,
દેજો આવીને દર્શન-દાન, પ્રભુ એવું...

ભક્તિ કરતાં છૂટે મારો પ્રાણ પ્રભુ એવું...

112
48

Bhakti Karatan Chhute Maro

Bhakti Karatan Chhute Maro Pran
Prabhu Evun Magun Re
Rahe Janam-Janamo Taro Sath Prabhu Evun...

Tarun Mukhadun Manohar Joya Karun,
Rat-Dahado Bhajan Tarun Bolya Karun
Shvase-Shvase Ratun Tarun Nam Prabhu Evun...

Mari Asha Nirasha Karasho Nahi,
Mara Avgun Haiya-Man Dharasho Nahi,
Rahe Ant-Samay Tarun Dhyan Prabhu Evun...

Mara Tap Ne Pap Samavi Lejo,
Tara Balak-Ne Das Banavi Lejo,
Dejo Avi-Ne Darshan-Dan Prabhu Evun...

Bhakti Karatan Chhute Maro Pran Prabhu Evun...

113
૪૯

અરજી અમારી

હાંરે વ્હાલા અરજી અમારી સુણો
શ્રીનાથજી ! લઈ જાજે તારા ધામમાં હાંરે...

હાંરે મારા અંત સમયના બેલી
હાંરે હવે મેલો નહિ હડસેલી
હાંરે હું તો આવી ઊભો તમ દ્વારે
શ્રીનાથજી ! લઈ જાજે તારા ધામમાં હાંરે...

હાંરે નાથ કરુણા તણા છો સિંધુ
હાંરે હું તો યાચું છું એક જ બિંદુ
હાંરે એક બિંદુમાં નહીં થાય ઓછું
શ્રીનાથજી ! લઈ જાજે તારા ધામમાં હાંરે...

હાંરે મારું અંતર લેજો વાંચી
હાંરે નથી મેંદીમાં લાલી લખાતી
હાંરે પાને પાને એ પ્રસરી જાતી
શ્રીનાથજી ! લઈ જાજે તારા ધામમાં હાંરે...

હાંરે તને સમજુને શું સમજાવું
હાંરે તારા ભક્તોને એક જ આશ
શ્રીનાથજી ! લઈ જાજે તારા ધામમાં હાંરે...

114
49

Arji Amari

Hare Vhala Arji Amari Suno
Shri Nathji ! Lai Jaje Tara Dhamman Hare...

Hare Mara Ant Samayna Beli
Hare Have Melo Nahi Hadseli
Hare Hun To Aavi Ubho Tam Dware
Shri Nathji ! Lai Jaje Tara Dhamman Hare...

Hare Nath Karuna Tana Chho Sindhu
Hare Hun To Yachun Chhun Ek-J Bindu
Hare Ek Bindu Ma Nahi Thay Ochhu
Shri Nathji ! Lai Jaje Tara Dhamman Hare...

Hare Marun Antar Lejo Vanchi
Hare Nathi Mendiman Lali Lakhati
Hare Pane Pane E Prasari Jati
Shri Nathji ! Lai Jaje Tara Dhamman Hare...

Hare Tane Samajune Shun Samjavun
Hare Tara Bhakto Ne Ek-J Ash
Shri Nathji ! Lai Jaje Tara Dhamman Hare...

115
૫૦

વ્રજમાં કેમ જવાય ?

વ્રજમાં કેમ જવાય, સીડી રે જોશે,
પહેલું પગથિયું બ્રહ્મસંબંધનું,
તુલસી લેજો જરૂર, સીડી રે જોશે વ્રજમાં...
બીજું પગથિયું પુષ્ટિમાર્ગનું,
સેવા કરજો સદાય, સીડી રે જોશે વ્રજમાં...
ત્રીજું પગથિયું શ્રીકૃષ્ણ-સ્મરણનું,
માળા કરજો સદાય, સીડી રે જોશે વ્રજમાં...
ચોથું પગથિયું વૈષ્ણવ-સ્મરણનું,
જયશ્રીકૃષ્ણ કરજો સદાય, સીડી રે જોશે વ્રજમાં...
પાંચમું પગથિયું ભાગવત-સ્મરણનું,
સપ્તાહ સુણજો સદાય, સીડી રે જોશે વ્રજમાં...
છઠ્ઠું પગથિયું શ્રીયમુનાના પાનનું,
યમુનાપાન કરજો જરૂર, સીડી રે જોશે વ્રજમાં...
સાતમું પગથિયું શ્રીજીચરણનું,
શ્રીજી-દ્વાર જાજો જરૂર, સીડી રે જોશે વ્રજમાં...
આઠમું પગથિયું દયા ને દાનનું,
સાચું બોલજો સદાય, સીડી રે જોશે વ્રજમાં...
નવમું પગથિયું નવધા-ભક્તિનું,
ભક્તિ કરજો સદાય, સીડી રે જોશે વ્રજમાં...
નવ રે પગથિયાં જ્યારે ચડશો,
વ્રજમાં જાશો જરૂર, સીડી રે જોશે વ્રજમાં...

116
50

Vraj-Man Kem Javay ?

Vraj-Man Kem Javay, Sidi Re Joshe,
Pahelun Pagathiyun Brahma-Sambandh-Nun,
Tulsi Lejo Jarur, Sidi Re Joshe... Vraj-Man.
Bijun Pagathiyun Pushti-Marg-Nun,
Seva Karajo Saday, Sidi Re Joshe... Vraj-Man.
Trijun Pagathiyun Shri-Krushna-Smaran-Nun,
Mala Karajo Saday, Sidi Re Joshe... Vraj-Man.
Chothun Pagathiyun Vaishnav-Smaran-Nun,
Jay-Shri-Krushna Karajo Saday, Sidi Re Joshe... Vraj-Man.
Panchmun Pagathiyun Bhagavat-Smaran-Nun,
Saptah Sunajo Saday, Sidi Re Joshe... Vraj-Man.
Chhatthun Pagathiyun Shri-Yamuna-Pan-Nun,
Yamuna-Pan Karajo Jarur, Sidi Re Joshe... Vraj-Man.
Satamun Pagathiyun Shriji-Charan-Nun,
Shriji-Dvar Jajo Jarur, Sidi Re Joshe... Vraj-Man.
Athamun Pagathiyun Daya Ne Dan-Nun,
Sachun Bolajo Saday, Sidi Re Joshe... Vraj-Man.
Navamun Pagathiyun Navadha-Bhakti-Nun,
Bhakti Karajo Saday, Sidi Re Joshe... Vraj-Man.
Nav Re Pagathiyan Jyare Chadasho,
Vraj-Man Jasho Jarur, Sidi Re Joshe... Vraj-Man.

117
૫૧

શ્રી કૃષ્ણઃ શરણં મમ

શ્રી કૃષ્ણઃ શરણં મમ એ મંત્ર સદાયે સ્મરતો જા,
આવ્યો છે તો આ સંસારે સફળ જનમ તું કરતો જા.
આવ્યો છે તો... શ્રી કૃષ્ણઃ શરણં મમ.

મન-વાણી-કાયા વશ રાખી, મમતાનો બોજો દૂર નાખી,
ધન દીધું છે જે ધણીએ તુજને, પેટ ભૂખ્યાનાં ભરતો જા.
આવ્યો છે તો... શ્રી કૃષ્ણઃ શરણં મમ.

આ જગતમાં તું મહાન કહાવે, આશા કરી કોઈ આંગણે આવે,
દીન-દુખિયાની વાતો તારા કર્ણપટે તું ધરતો જા.
આવ્યો છે તો... શ્રી કૃષ્ણઃ શરણં મમ.

હું-પદની ગ્રંથિને છેદી, માયાના ઘેરા ગઢ ભેદી,
પ્રકાશમય શ્રી પ્રભુના પંથે, હળવે-હળવે સરતો જા.
આવ્યો છે તો... શ્રી કૃષ્ણઃ શરણં મમ.

ગોવિંદ-ગુરુનું શરણું ગ્રહી લે, દુઃખ પડે તો દુખડાં સહી લે,
માનસરોવરનાં મોંઘાં મોતી, હંસ બનીને ચરતો જા.
આવ્યો છે તો... શ્રી કૃષ્ણઃ શરણં મમ.

118
51

Shri-Krushnah Sharanam Mam

Shri-Krushnah Sharanam Mam E Mantra Sadaye Smarato Ja,
Avyo Chhe To A Sansare Safal Janam Tun Karato Ja,
Avyo Chhe To... Shri-Krushnah Sharanam Mam

Man-Vani-Kaya Vash Rakhi, Mamata-No Bojo Dur Nakhi,
Dhan Didhun Chhe Je Dhani-E Tuj-Ne, Pet Bhukhya-Na Bharato Ja,
Avyo Chhe To... Shri-Krushnah Sharanam Mam

Aa Jagat-Man Tun Mahan Kahave, Asha Kari Koi Angane Ave,
Din-Dukhiya-Ni Vato Tara Karn-Pate Tun Dharato Ja,
Avyo Chhe To... Shri-Krushnah Sharanam Mam

Hun-Pad-Ni Granthi-Ne Chhedi, Maya-Na Ghera Gadh Bhedi,
Prakash-May Shri-Prabhu-Na Panthe, Halave-Halave Sarato Ja,
Avyo Chhe To... Shri-Krushnah Sharanam Mam

Govind-Guru-Nu Sharanun Grahi Le, Dukh Pade To Dukhada Sahi Le,
Man-Sarovar-Nan Monghan Moti, Hans Bani-Ne Charato Ja,
Avyo Chhe To... Shri-Krushnah Sharanam Mam

119
૫૨

ઘર છે મારું ગોકુળ જેવું

(રાગ : પંખીડા તું ઊડી જાજે પાવાગઢ રે)

કાનુડા ઓ કાનુડા (૨)
કાનુડા તું માખણ ખાવા આવતો રહેજે રે,
ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે !
મેં તો વ્હાલનું વલોણું કર્યું તારા માટે રે,
હું તો પ્રેમથી જમાડું તને મારા હાથે રે,
સાથમાં તારા ભેરુ સહુ લાવતો રહેજે રે,
ઘર છે મારું ગોકુળ જેવું કાનુડા તું...

મારી આંખડી જુએ છે વાટ વાલમા તારી રે,
મારા વ્હાલા કેરાં વારણાં લેવા વારી રે
પગલે તારા પ્રેમનાં ફૂલો વેરતો રહેજે રે,
ઘર છે મારું ગોકુળ જેવું કાનુડા તું...

મારા હેતના હિંડોળે તને ઝુલતો રાખું રે,
મારા હૈયા કેરા હાર, તને માગ્યું આપું રે !
મનના માન્યા મોરલી તારી છેડતો રહેજે રે,
ઘર છે મારું ગોકુળ જેવું કાનુડા તું...

મારા મનડા કેરો મોરલો તને નીરખી નાચે રે,
મારી પ્રીતડી પરોવું, શ્યામ તારી સાથે રે !
મારી હારે મળતી વાતો કરતો રહેજે રે,
ઘર છે મારું ગોકુળ જેવું કાનુડા તું...

120
52

Ghar Chhe Maru Gokul Jevu

(Rag : Pankhida Tu Udi Jaje Pavagadh Re)

Kanuda O Kanuda (2)
Kanuda Tu Makhan Khava Aavto Rehje Re,
Ghar Chhe Maru Gokul Jevu Gamshe Tane Re !
Men To Vahal Nu Valonu Karyu Tara Mate Re,
Hun To Prem Thi Jamadu Tane Mara Hathe Re,
Sathma Tara Bheru Sahu Lavto Rehje Re,
Ghar Chhe Maru Gokul Jevu Kanuda Tu...

Mari Aankhdi Juve Chhe Vaat Valma Tari Re,
Mara Vahla Kera Varna Leva Vari Re
Pagle Tara Premna Phulo Verto Rehje Re,
Ghar Chhe Maru Gokul Jevu Kanuda Tu...

Mara Het Na Hindole Tane Zulto Rakhu Re,
Mara Haiya Kera Haar, Tane Mangyu Aapu Re !
Man Na Manya Morli Tari Chhedto Rehje Re,
Ghar Chhe Maru Gokul Jevu Kanuda Tu...

Mara Manda Kero Morlo Tane Nirkhi Nache Re,
Mari Pritdi Parovu, Shyam Tari Sathe Re !
Mari Hare Malti Vato Karto Rehje Re,
Ghar Chhe Maru Gokul Jevu Kanuda Tu...

121
૫૩

હો હો રે મારી તુલસી રે માતા

હો હો રે મારી તુલસી રે માતા
તુલસી રે માતા તમે સુખ આપનારા હો હો રે મારી...
તુલસીના ક્યારામાં ઘીના દીવા થાય છે
તુલસીની પૂજા જે જન કરે છે
પૂજા કરે તે નર પાવન થાય છે હો હો રે મારી...
તુલસી ભગવાનને બહુ વ્હાલા
તુલસી સવારે ભગવાનને ચઢે છે
તુલસી ચરણામૃત લઈ પાવન થાતા હો હો રે મારી...
તુલસી માળા જપી મુક્ત રે થવાય છે
તુલસીનાં પાન તો થાળમાં મુકાય છે
ત્યારે મનુષ્યની સદ્ગતિ થાય છે હો હો રે મારી...
તુલસી હતાં હજી બાળ કુંવારાં
તુલસી તો જાલંધરને વર્યાં
એ કરતો હતો કૂડાં રે કર્મો હો હો રે મારી...
સહુ દેવતાના લીધા રે ધામ રે
સહુ દેવતાએ કર્યો વિચાર
એ નારીનું કોઈ સત્ય છોડાવે રે હો હો રે મારી...
તે નારીનું સત્ય છોડાવવા
ભગવાને જાલંધરનું રૂપ રે ધર્યું
જાલંધરનું ત્યાં તો મૃત્યુ રે થાશે હો હો રે મારી...
તુલસી માતાએ શ્રાપ જ આપ્યો
તે દિવસથી ભગવાને કહ્યું
કલિયુગમાં તું તો મારા ચરણે ચઢશે હો હો રે મારી...
તુલસી કૃષ્ણના વિવાહ જે કરે
એ છે કારતક સુદ એકાદશી
તેનો પરિવાર એકોતેર હજાર રે હો હો રે મારી...
તુલસીનું ભજન જે કોઈ કરશે
તે નર નારી ભવ પાર ઊતરશે
તુલસીનું ભજન કરી વૈકુંઠ જાવો હો હો રે મારી...

122
53

Ho Ho Re Mari Tulsi Re Maata

Ho Ho Re Mari Tulsi Re Maata
Tulsi Re Maata Tame Sukh Aapnara Ho Ho Re Mari...
Tulsi Na Kyarama Ghee Na Diva Thay Chhe
Tulsi Ni Pooja Je Jan Kare Chhe
Pooja Kare Te Nar Pavan Thay Chhe Ho Ho Re Mari...
Tulsi Bhagwan Ne Bahu Vahala
Tulsi Savare Bhagwan Ne Chadhe Chhe
Tulsi Charnamrut Lai Pavan Thata Ho Ho Re Mari...
Tulsi Mala Japi Mukta Re Thavay Chhe
Tulsi Nan Pan To Thal Ma Mukay Chhe
Tyare Manushya Ni Sadgati Thay Chhe Ho Ho Re Mari...
Tulsi Hatan Haji Bal Kunvaran
Tulsi To Jalandhar Ne Varyan
E Karto Hato Kudan Re Karmo Ho Ho Re Mari...
Sahu Devta Na Lidha Re Dham Re
Sahu Devtae Karyo Vichar
E Nari Nu Koi Satya Chhodave Re Ho Ho Re Mari...
Te Nari Nu Satya Chhodavva
Bhagwane Jalandhar Nu Roop Re Dharyu
Jalandhar Nu Tyan To Mrutyu Re Thashe Ho Ho Re Mari...
Tulsi Matae Shraap J Aapyo
Te Divasthi Bhagwane Kahyu
Kaliyugma Tun To Mara Charane Chadhshe Ho Ho Re Mari...
Tulsi Krushna Na Vivah Je Kare
E Chhe Kartak Sud Ekadashi
Teno Parivar Ekoter Hajar Re Ho Ho Re Mari...
Tulsi Nu Bhajan Je Koi Karshe
Te Nar Nari Bhav Par Utarshe
Tulsi Nu Bhajan Kari Vaikunth Javo Ho Ho Re Mari...

123
૫૪

ત્રણ વાત રાખજો યાદ

તમે ત્રણ વાત રાખજો યાદ,
જીવનમાં લાવો મીઠો સ્વાદ (૨) તમે...

પ્રભુને સ્મરજો શ્વાસેશ્વાસ,
સૂતાં, ઊઠતાં, જમતાં ખાસ,
જીવન ગણજો પ્રભુનો પ્રસાદ તમે...

પ્રભાતે ઊઠતાંની સંગાથ,
નીરખજો નિજનો જમણો હાથ,
સુણજો ઋષિ-મુનિઓનો સાદ તમે...

કરના મૂળમાં શારદા માત,
આંગળીએ લક્ષ્મી છે સાક્ષાત્,
હથેળીમાં નિત્ય પ્રભુનો વાસ તમે...

ભોજન માનજો પ્રભુનો પ્રસાદ,
આવશે તેથી મીઠો સ્વાદ,
જમતાં કરજો કનૈયાને યાદ તમે...

સૂતાં પહેલાં સ્મરજો રામ,
પ્રભુના ખોળે મળે આરામ,
તન-મન ધરજો પ્રભુને કાજ તમે...

124
54

Tran Vat Rakhajo Yad

Tame Tran Vat Rakhajo Yad,
Jivan-Man Lavo Mitho Svad (2) Tame...

Prabhu-Ne Smarajo Shvase-Shvas,
Sutan, Uthatan, Jamatan Khas,
Jivan Ganajo Prabhu-No Prasad Tame...

Prabhate Uthatan-Ni Sangath,
Nirakhajo Nij-No Jamano Hath,
Sunajo Rushi-Munio-No Sad Tame...

Kar-Na Mul-Man Sharada Mat,
Angali-E Lakshami Chhe Sakshat,
Hatheli-Man Nitya Prabhu-No Vas Tame...

Bhojan Manjo Prabhu-No Prasad,
Avashe Tethi Mitho Svad,
Jamatan Karajo Kanaiya-Ne Yad Tame...

Sutan Pahelan Smarajo Ram,
Prabhu-Na Khole Male Aram,
Tan-Man Dharajo Prabhu-Ne Kaj Tame...

125
૫૫

ગુરુજીના નામની હો

(રાગ : હરિ તારાં છે હજાર નામ)

ગુરુજીના નામની હો... માળા છે ડોકમાં
નારાયણ નામની હો... માળા છે ડોકમાં

જૂઠું રે બોલાય નહિ, ખોટું લેવાય નહિ,
અવળું ચલાય નહિ હો... માળા છે ડોકમાં.

ક્રોધ કદી થાય નહિ, પરને નિંદાય નહિ,
કોઈને દુભાવાય નહિ હો... માળા છે ડોકમાં.

પરને પિડાય નહિ, હું પદ ધરાય નહિ,
પાપને પોષાય નહિ હો... માળા છે ડોકમાં.

સુખમાં છકાય નહિ, દુઃખમાં રડાય નહિ,
ભક્તિ ભુલાય નહિ હો... માળા છે ડોકમાં.

ધન સંઘરાય નહિ, એકલા ખવાય નહિ,
ભેદ રખાય નહિ હો... માળા છે ડોકમાં.

બોલ્યું બદલાય નહિ, ટેકને તજાય નહિ,
બાનું લજવાય નહિ... માળા છે ડોકમાં.

શ્રી હરિહરાનંદજી કહે સત્ય ચૂકાય નહિ,
નારાયણ વિસરાય નહિ હો... માળા છે ડોકમાં.

126
55

Guruji Na Nam Ni Ho

(Rag : Hari Tara Chhe Hajar Nam)

Guruji Na Nam Ni Ho... Mala Chhe Dok Ma
Narayan Nam Ni Ho... Mala Chhe Dok Ma

Juthu Bolay Nahi, Khotu Levay Nahi,
Avadu Chalay Nahi Ho... Mala Chhe Dok Ma.

Krodh Kadi Thay Nahi, Parane Nindaya Nahi,
Koi Ne Dubhavay Nahi Ho... Mala Chhe Dok Ma.

Parane Piday Nahi, Hun Pad Dharay Nahi,
Pap Ne Poshay Nahi Ho... Mala Chhe Dok Ma.

Sukh Ma Chhakay Nahi, Dukh Ma Raday Nahi,
Bhakti Bhulay Nahi Ho... Mala Chhe Dok Ma.

Dhan Sangharay Nahi, Ekala Khavay Nahi,
Bhed Rakhay Nahi Ho... Mala Chhe Dok Ma.

Bolyu Badalay Nahi, Tek Ne Tajay Nahi,
Banu Lajavay Nahi... Mala Chhe Dok Ma.

Shri Hariharanandji Kahe Satya Chukay Nahi,
Narayan Visaray Nahi Ho... Mala Chhe Dok Ma.

127
૫૬

નૈયા ઝુકાવી મેં તો

નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના... નૈયા

સ્વાર્થનું સંગીત ચારે કોર ગાજે
દુનિયામાં કોઈનું કોઈ નથી આજે
તનનો તંબૂરો જોજે બેસૂરો થાય ના... ઝાંખો ઝાંખો

પાપને પુણ્યના ભેદ રે ભુલાતા
રાગ ને દ્વેષ આજે ઘર ઘર ઘૂંટાતા
જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના... ઝાંખો ઝાંખો

શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે
નિશદિન સ્નેહનું દિવેલ એમાં પૂરજે
મનના મંદિરે મારે અંધારાં થાય ના... ઝાંખો ઝાંખો

128
56

Naiya Zukavi Men To

Naiya Zukavi Men To, Joje Dubi Jay Na,
Zankho Zankho Divo Maro Joje Re Buzay Na... Naiya

Swarth Nu Sangit Chare Kor Gaje
Duniyama Koinu Koi Nathi Aaje,
Tan No Tamburo Joje Besuro Thay Na... Zankho Zankho

Pap Ne Punya Na Bhed Re Bhulata,
Rag Ne Dvesh Aaje Ghar Ghar Ghuntata
Joje Aa Jivtar Ma Zer Prasaray Na... Zankho Zankho

Shraddha Na Divadane Jalto Ja Rakhaje
Nishdin Sneh Nu Divel Ema Puraje
Man Na Mandire Mare Andhara Thay Na... Zankho Zankho

129
૫૭

કભી પ્યાસે કો પાની

(રાગ : તુમ અગર સાથ દેને કા વાદા કરો)

કભી પ્યાસે કો પાની પિલાયા નહીં,
બાદ અમૃત પિલાને સે ક્યા ફાયદા
કભી ગિરતે હુએ કો ઉઠાયા નહીં,
બાદ આંસુ બહાને સે ક્યા ફાયદા કભી પ્યાસે કો પાની...

મૈં તો મંદિર ગયા પૂજા આરતી કી,
પૂજા કરતે હુએ યે ખયાલ આ ગયા... (૨)
કભી માબાપ કી સેવા કી હી નહીં,
સિર્ફ પૂજા કે કરને સે ક્યા ફાયદા કભી પ્યાસે કો પાની...

મૈં તો સત્સંગ ગયા ગુરુવાણી સુની,
ગુરુવાણી કો સુનકર ખયાલ આ ગયા... (૨)
જન્મ માનવ કા લેકે દયા ના કરી,
ફિર માનવ કહલાને સે ક્યા ફાયદા કભી પ્યાસે કો પાની...

મૈંને દાન કિયા મૈંને જપતપ કિયા,
દાન કરતે હુએ યે ખયાલ આ ગયા... (૨)
કભી ભૂખે કો ભોજન ખિલાયા નહીં,
દાન લાખોં કા કરને સે ક્યા ફાયદા કભી પ્યાસે કો પાની...

ગંગા નહાને કો હરિદ્વાર કાશી ગયા,
ગંગા નહાતે હી મન મેં ખયાલ આ ગયા... (૨)
તન કો ધોયા મગર મન કો ધોયા નહીં,
ફિર ગંગા નહાને સે ક્યા ફાયદા કભી પ્યાસે કો પાની...

મૈંને વેદ પઢે મૈંને શાસ્ત્ર પઢે,
શાસ્ત્ર પઢતે હુએ યે ખયાલ આ ગયા... (૨)
મૈંને જ્ઞાન કિસી કો બાંટા નહીં,
ફિર જ્ઞાની કહલાને સે ક્યા ફાયદા કભી પ્યાસે કો પાની...

માત પિતા કે હી ચરણોં મેં ચારોં ધામ હૈં,
આજા આજા યહી મુક્તિ કા ધામ હૈ... (૨)
પિતા માતા કી સેવા કી હી નહીં,
ફિર તીર્થોં મેં જાને સે ક્યા ફાયદા કભી પ્યાસે કો પાની...

130
57

Kabhi Pyaase Ko Paani

(Rag : Tum Agar Saath Dene Ka Vaada Karo)

Kabhi Pyaase Ko Paani Pilaya Nahin,
Baad Amrit Pilane Se Kya Faaida
Kabhi Girte Huve Ko Uthaya Nahin,
Baad Aansu Bahane Se Kya Faaida Kabhi Pyaase Ko Paani...

Mein To Mandir Gaya Pooja Aarti Ki,
Pooja Karte Huve Ye Khayal Aa Gaya... (2)
Kabhi Maa Baap Ki Seva Ki Hi Nahin,
Sirf Pooja Ke Karne Se Kya Faaida Kabhi Pyaase Ko Paani...

Mein To Satsang Gaya Guru Vaani Suni,
Guru Vaani Ko Sunkar Khayal Aa Gaya... (2)
Janma Manav Ka Leke Daya Na Kari,
Phir Manav Kahelane Se Kya Faaida Kabhi Pyaase Ko Paani...

Maine Daan Kiya Maine Jap-Tap Kiya,
Daan Karte Huve Ye Khayal Aa Gaya... (2)
Kabhi Bhukhe Ko Bhojan Khilaya Nahin,
Daan Lakho Ka Karne Se Kya Faaida Kabhi Pyaase Ko Paani...

Ganga Nahane Ko Haridwar Kaashi Gaya,
Ganga Nahate Hi Man Mein Khayal Aa Gaya... (2)
Tan Ko Dhoya Magar Man Ko Dhoya Nahin,
Phir Ganga Nahane Se Kya Faaida Kabhi Pyaase Ko Paani...

Maine Ved Padhe Maine Shastra Padhe,
Shastra Padhte Huve Ye Khayal Aa Gaya... (2)
Maine Gyan Kisiko Baanta Nahin,
Phir Gyani Kahelane Se Kya Faaida Kabhi Pyaase Ko Paani...

Mata Pita Ke Hi Charno Mein Charo Dham Hain,
Aaja Aaja Yehi Mukti Ka Dham Hai... (2)
Pita Mata Ki Seva Ki Hi Nahin,
Phir Teertho Mein Jaane Se Kya Faaida Kabhi Pyaase Ko Paani...

131
૫૮

હર બાત કો તુમ ભુલો ભલે

(રાગ : બાબુલ કી દુવાએં લેતી જા)

હર બાત કો તુમ ભુલો ભલે, માબાપ કો મત ભુલના (૨)
ઉપકાર ઈનકે લાખોં હૈં, ઈસ બાત કો મત ભુલના
હર બાત કો તુમ...

ધરતી યે દેવોં કો પૂજા, ભગવાન કો લાખ મનાયા હૈ
તબ તેરી સૂરત પાયી હૈ, સંસાર મેં તુજકો બુલાયા હૈ
ઈન પાવન લોગોં કે દિલ કો, પથ્થર બનકર મત તોડના
હર બાત કો તુમ...

અપને હી પેટ કો કાટા હૈ, ઔર તેરી કાયા સજાયા હૈ
અપના હર કૌર ખિલાયા તુજે, તબ તેરી ભૂખ મિટાઈ હૈ
ઈન અમૃત દેને વાલોં પે, જીવન મેં ઝહર મત ઘોલના
હર બાત કો તુમ...

ચાહે બહોત કમાયે ધનદૌલત, યે બંગલા કોઠી બનાઈ હૈ
માબાપ હી ના ખુશ હૈં તેરે, બેકાર યે સારી કમાઈ હૈ
યે લાખ નહીં યે રાખ હૈ, ઈસ રાઝ કો મત ભુલના
હર બાત કો તુમ...

ગીલે મેં સદાય સોયે હૈં, સૂકે મેં તુજે સુલાયા હૈ
બાહોં કા બનાકર કે ઝુલા, તુજે દિન ઔર રાત ઝુલાયા હૈ
ઈન નિર્મલ, નિર્જલ આંખોં મેં, એક આંસુ ભી મત ઘોલના
હર બાત કો તુમ...

જો ચીઝ ભી તૂને માંગી હૈ, વો સબ કુછ તૂને પાયા હૈ
હર જીદ કો લગાયા સીને સે, બડા તુજ સે લેહ લગાયા હૈ
ઈન પ્યાર લુટાને વાલોં કા, તુમ પ્રેમ પ્યાર મત ભુલના
હર બાત કો તુમ...

132
58

Har Baat Ko Tum Bhulo Bhale

(Rag : Babul Ki Duwaye Leti Jaa)

Har Baat Ko Tum Bhulo Bhale, Maa Baap Ko Mat Bhulna (2)
Upkar Inke Lakho Hai, Is Baat Ko Mat Bhulna
Har Baat Ko Tum...

Dharti Ye Devo Ko Pooja, Bhagwan Ko Lakh Manaya Hai
Tab Teri Surat Paai Hai, Sansar Mein Tujko Bulaya Hai
In Pawan Logo Ke Dil Ko, Paththar Bankar Mat Todna
Har Baat Ko Tum...

Apne Hi Pet Ko Kaata Hai, Aur Teri Kaya Sajaya Hai
Apna Har Kaur Khilaya Tuje, Tab Teri Bhook Mitai Hai
In Amrut Dene Vaalo Pe, Jeevan Me Zaher Mat Gholna
Har Baat Ko Tum...

Chaahe Bahut Kamaye Dhan Daulat, Ye Bangla Kothi Banai Hai
Maa Baap Hi Na Khush He Tere, Bekar Ye Sari Kamai Hai
Ye Lakh Nahi Ye Raakh Hai, Is Raaz Ko Mat Bhulna
Har Baat Ko Tum...

Ghile Me Saday Soye He, Suke Me Tuje Sulaya Hai
Baho Ka Banakar Ke Jhula, Tuje Din Aur Raat Julaya Hai
In Nirmal, Nirjal Aankho Me, Ek Aansu Bhi Mat Gholna
Har Baat Ko Tum...

Jo Cheez Bhi Tune Maangi Hai, Vo Sab Kuchh Tune Paya Hai
Har Zeed Ko Lagaya Seenese, Bada Tujse Leh Lagaya Hai
In Pyar Lutane Vaalo Ka, Tum Prem Pyar Mat Bhulna
Har Baat Ko Tum...

133
૫૯

લકડી હી લકડી

જીતે લકડી, મરતે ભી લકડી, દેખ તમાશા લકડી કા,
દુનિયાવાલો, દુનિયાવાલો સુનો સુનાયેં
એક કહાની લકડી કી જીતે લકડી...

જભી તેરા જનમ હુઆ તો માચી બનાઈ લકડી કી
બાલપને મેં, બાલપને મેં તુઝે ઝુલાયા,
ઝૂલા બનાયા લકડી કા જીતે લકડી...

જભી તૂને ચલને કો સીખા ઘોડા બનાયા લકડી કા,
નિશાલ મેં, નિશાલ મેં તુઝે પઢાયા,
લેખન બનાયા લકડી કા જીતે લકડી...

બારા બરસ કી ઉમર હુઈ તો ગિલ્લી-દંડા લકડી કા,
સોલા બરસ મેં, સોલા બરસ મેં શાદી બનાઈ,
મંડપ બનાયા લકડી કા જીતે લકડી...

જભી તૂ તો બુઢા હુઆ તો ટેકા લિયા તૂને લકડી કા,
સમશાને, સમશાને તુઝે જલાયા,
ચિતા બનાઈ લકડી કી જીતે લકડી...

134
59

Lakdi Hi Lakdi

Jite Lakdi, Marte Bhi Lakdi, Dekh Tamasha Lakdi-Ka,
Duniyavalo, Duniyavalo, Suno Sunaye
Ek Kahani Lakdi-Ki Jite Lakdi...

Jabhi Tera Janam Huwa To Machi Banai Lakdi-Ki
Balapane-Me, Balapane-Me Tuje Zulaya,
Zula Banaya Lakdi-Ka Jite Lakdi...

Jabhi Tu-Ne Chalne Ko Sikha, Ghoda Banaya Lakdi-Ka,
Nishal-Me, Nishal-Me Tuje Padhaya,
Lekhan Banaya Lakdi-Ka Jite Lakdi...

Bara Baras-Ki Umar Hui To Gilli-Danda Lakdi-Ka,
Sola Baras-Me, Sola Baras-Me Shadi Banai,
Mandap Banaya Lakdi-Ka Jite Lakdi...

Jabhi Tu To Buddha Huwa To Teka Liya Tune Lakdi-Ka,
Samshane, Samshane Tuje Jalaya,
Chita Banai Lakdi-Ki Jite Lakdi...

135
૬૦

માતા-પિતાની છત્રછાયા

હયાત માતાપિતાની છત્રછાયામાં
વ્હાલપનાં બે વેણ બોલીને, નીરખી લેજો,
હોઠ અડધા બિડાઈ ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો...

અંતરના આશીર્વાદ આપનારને,
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો
હયાતી નહીં હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો...

કાળથી થાપટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે.
લાખ કરશો ઉપાય તે વાત્સલ્ય લ્હાવો નહીં મળે.
પછી દીવાનખંડમાં, તસવીર મુકાવીને શું કરશો...

માતાપિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે
અડસઠ તીરથ એના ચરણોમાં બીજાં તીરથ ના ફરશો.
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં
પછી કિનારે છીપલાં વીણીને શું કરશો...

હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો,
પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો,
પંચ ભૂતમાં મળી ગયા પછી આ દેહના
અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો...

શ્રવણ બની ઘડપણની લાકડી તમે બનજો,
હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે ફરજો
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો...

પૈસા ખર્ચતાં સઘળું મળશે, માબાપ નહીં મળે,
ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો
પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનાર નહીં મળે
પછી ઉછીનો પ્રેમ લઈને, આંસુ સારીને શું કરશો...

136
60

Mata-Pitani Chhatra-Chhaya

Hayat Mata-Pitani Chhatra-Chhayama
Vahalapna Be Ven Boline, Nirkhi Lejo,
Hoth Addha Bidai Gaya Pachhi, Gangajal Mukine Shu Karsho...

Antarna Aashirvad Aapnarne,
Sacha Hradaythi Ek Xan Bheti Lejo
Hayat Nahi Hoy Tyare Nat Mastake, Chhabine Naman Karine Shu Karsho...

Kaalthi Thapat Vagshe, Alvida Ae Thai Jashe,
Premal Haath Pachhi Tamara Par Kadi Nahi Phare.
Lakh Karsho Upay Te Vatsalya Lahvo Nahi Male.
Pachhi Divan Khandma, Tasviro Mukavine Shu Karsho...

Mata-Pitano Khajano Bhagyashali Santan Ne Male
Adsath Tirath Ena Charnoma Bija Tirath Na Pharsho.
Sneh Ni Bharti Aavine Chali Jashe Palma
Pachhi Kinare Chhipla Vinine Shu Karsho...

Hayat Hoy Tyare Haiyu Tenu Tharjo,
Pankharma Vasant Aave, Evo Vyavhar Rakhjo,
Panch Bhutma Mali Gaya Pachhi Aa Dehna
Asthine Gangama Padhravine Shu Karsho...

Shravan Bani Ghadpanni Lakdi Tame Banjo,
Hetthi Hath Pakdine Kyarek Tirath Sathe Pharjo
Matrudevo Bhav, Pitrudevo Bhav Sanatan Satya Chhe
Pachhi Ramnam Satya Chhe Boline Shu Karsho...

Paisa Kharchta Saghlu Malshe, Maa-Baap Nahi Male,
Gayo Samay Nahi Aave, Lakho Kamaine Shu Karsho
Premthi Haath Phervine Beta Kehnar Nahi Male
Pachhi Uchhino Prem Laine, Aansu Sarine Shu Karsho...

137
૬૧

પૂજ્ય પિતાશ્રીને

કુટુંબના તારણહાર મારા પૂજ્ય પિતાજી
વંદન કરું હજાર વાર મારા વ્હાલા પિતાજી... (૨)

ચારે તીરથ ને ધામ તારા ચરણે પિતાજી
વંદન કરું હજાર વાર મારા વ્હાલા પિતાજી... (૨)

પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી
મારા રોમે રોમે ઋણ છે, તારું પૂજ્ય પિતાજી
મારું નામ થયું ઉજળું આજ તારા નામથી
વંદન કરું હજાર વાર મારા વ્હાલા પિતાજી... (૨)

મને રાહ બતાવ્યો છે મારી આંગળી ઝાલી
સુખનું ચમન દીધું, મને દુઃખ દુનિયાનાં સહી
ચાલી ગયા છો કેમ મને એકલો મૂકી...
વંદન કરું હજાર વાર મારા વ્હાલા પિતાજી... (૨)

સંતાનોને ભણાવી બનાવ્યાં તેં કાબિલ,
ડોક્ટર બન્યા કે કોઈ બન્યા એન્જિનિયર, વકીલ
આ કાયાના ઘડનારાએ દેખાડી રે મંઝિલ
હું કેમ ભુલાવીશ ઉપકાર એ વડીલ
હું ધન્ય ધન્ય થાઉં રે જોઈ તારી એ તસવીર
વંદન કરું હજાર વાર મારા વ્હાલા પિતાજી
મારા વ્હાલા પિતાજી... (૨)

138
61

Pujya Pitashri Ne

Kutumb Na Taranhaar Mara Pujya Pitaji
Vandan Karu Hajaar Vaar Mara Vhala Pitaji... (2)

Chare Tirath Ne Dhaam Tara Charne Pitaji
Vandan Karu Hajaar Vaar Mara Vhala Pitaji... (2)

Praandata Annadata Palanhaar Pitaji
Mara Rome Rome Run Chhe, Taru Pujya Pitaji
Maru Naam Thayu Ujalu Aaj Tara Naamthi...
Vandan Karu Hajaar Vaar Mara Vhala Pitaji... (2)

Mane Raah Batavyo Chhe Mari Aangli Jhali
Sukhnu Chaman Didhu, Mane Dukh Duniyana Sahi
Chali Gaya Chho Kem Mane Eklo Muki...
Vandan Karu Hajaar Vaar Mara Vhala Pitaji... (2)

Santanone Bhanavi Banavya Te Kabil
Doctor Banya Ke Koi Banya Engineer, Vakil
Aa Kayana Ghadnarae Dekhadi Re Manzil
Hun Kem Bhulavish Upkaar E Vadil
Hun Dhanya Dhanya Thaun Re Joi Tari E Tasvir
Vandan Karu Hajaar Vaar Mara Vhala Pitaji
Mara Vhala Pitaji... (2)

139
૬૨

હું શરણે તારે આવ્યો છું

હું શરણે તારે આવ્યો છું...
પ્રભુ તું ના સ્વીકારે તો હું શું કરું
હું શરણે અરજી લાવ્યો છું...
પ્રભુ તું ના સ્વીકારે તો હું શું કરું

હું જનમ જનમનો અપરાધી,
વળી મનમાં તનમાં છે વ્યાધિ
હું દર્દી થઈને આવ્યો છું...
પ્રભુ તું ના સ્વીકારે તો હું શું કરું

મારી ચારે બાજુ છે આંધી,
મારો તાર તૂટેલો દે સાંધી
હું ભૂલ ભરેલો આવ્યો છું...
પ્રભુ તું ના સ્વીકારે તો હું શું કરું

મને સ્વાર્થીઓ પણ ઝગડે છે,
વળી પાગલ સમજી પકડે છે
હું છૂટવા માટે આવ્યો છું...
પ્રભુ તું ના છોડાવે તો હું શું કરું

મારે પ્રભુના પંથે નાવું છે,
વળી રામ ભક્ત પણ થાવું છે,
હું તરવા માટે આવ્યો છું...
પ્રભુ તું ના તારવે તો હું શું કરું

હું શરણે તારે આવ્યો છું...
પ્રભુ તું ના સ્વીકારે તો હું શું કરું

140
62

Hun Sharane Tare Avyo Chhu

Hun Sharane Tare Avyo Chhu...
Prabhu Tun Na Swikare To Hun Shun Karu
Hun Sharane Araji Lavyo Chhu...
Prabhu Tun Na Swikare To Hun Shun Karu

Hun Janam Janam No Apradhi,
Vali Manman Tanman Chhe Vyadhi
Hun Dardi Thaine Avyo Chhu...
Prabhu Tun Na Swikare To Hun Shun Karu

Mari Chare Baju Chhe Andhi,
Maro Tar Tutelo De Sandhi
Hun Bhul Bharelo Avyo Chhu...
Prabhu Tun Na Swikare To Hun Shun Karu

Mane Swarthio Pan Jhagade Chhe,
Vali Pagal Samji Pakade Chhe
Hun Chhutva Mate Avyo Chhu...
Prabhu Tun Na Chhodave To Hun Shun Karu

Mare Prabhuna Panthe Navun Chhe,
Vali Ram Bhakt Pan Thavun Chhe,
Hun Tarava Mate Avyo Chhu...
Prabhu Tun Na Tarave To Hun Shun Karu

Hun Sharane Tare Avyo Chhu...
Prabhu Tun Na Swikare To Hun Shun Karu

141
૬૩

હું તારી બોલાવું જય

હું તારી બોલાવું જય પ્રભુ, મારી ખબર તું લે.
આ તો તારી-મારી બેની વાત છે, કોઈ બીજો જાણી લે.
સીતારામ, સીતારામ, સીતારામ (૨)
રાધેશ્યામ, રાધેશ્યામ, રાધેશ્યામ (૨)

મારી વાણી અવિચળ વહે, તું જો સંગાથે રહે,
હો-જી-હો... મને તારો ઈશારો દે, તારી વાત તું કાને કહે,
મને પાગલ બનાવ્યો તેં, તારું શરણું સ્વીકાર્યું મેં
હું તારી બોલાવું જય...

મારે જગનું દેવું છે, વ્રત સેવાનું લેવું છે,
હો-જી-હો... પડે કષ્ટ તે સહેવું છે, કોઈને નવ કહેવું છે,
તારી સાથે રહેવું છે, મને ફાવે તેવું છે
હું તારી બોલાવું જય...

મને પુનિત થાવા દે, તારા ગુણલા ગાવા દે,
હો-જી-હો... મને એવા લ્હાવા દે, જેમાં સત્ય કમાવા દે,
જ્યાં કાવાદાવા છે, રામભક્ત ન જાવા દે...
હું તારી બોલાવું જય...

142
63

Hun Tari Bolavun Jay

Hun Tari Bolavun Jay Prabhu, Mari Khabar Tun Le.
Aa To Tari-Mari Be-Ni Vat Chhe, Koi Bijo Jani Le.
Sita-Ram, Sita-Ram, Sita-Ram (2)
Radhe-Shyam, Radhe-Shyam, Radhe-Shyam (2)

Mari Vani Avichal Vahe, Tun Jo Sangathe Rahe,
Ho-Ji-Ho... Mane Taro Isharo De, Tari Vat Tun Kane Kahe,
Mane Pagal Banavyo Ten, Tarun Sharanun Svikaryun Men
Hun Tari Bolavun Jay...

Mare Jag-Nun Devun Chhe, Vrat Seva-Nun Levun Chhe,
Ho-Ji-Ho... Pade Kasht Te Sahevun Chhe, Koi-Ne Nav Kahevun Chhe,
Tari Sathe Rahevun Chhe, Mane Fave Tevun Chhe
Hun Tari Bolavun Jay...

Mane Punit Thava De, Tara Gunala Gava De,
Ho-Ji-Ho... Mane Eva Lahava De, Je-Man Satya Kamava De,
Jyan Kavadava Chhe, Ram-Bhakta Na Java De...
Hun Tari Bolavun Jay...

143
૬૪

હે નાથ ! અબ તો ઐસી દયા હો

હે નાથ અબ તો ઐસી દયા હો, જીવન નિરર્થક જાને ન પાયે
યહ મન ન જાને ક્યા ક્યા કરાયે, કુછ બન ન પાયે અપને બનાયે.

સંસારમેં હી આસક્ત રહ કર, દિન-રાત અપને મતલબ કી કહ કર,
સુખ કે લિયે લાખોં દુઃખ સહ કર, યહ દિન અભી તક યોંહી બિતાયે.
હે નાથ, અબ તો ઐસી દયા હો, જીવન નિરર્થક જાને ન પાયે.

ઐસા જગા દો, ફિર સો ન જાઉં, અપને કો નિષ્કામ પ્રેમી બનાઉં
મૈં આપ કો ચાહું ઔર પાઉં, સંસારકા ભય રહ કુછ ન જાયે.
હે નાથ, અબ તો ઐસી દયા હો, જીવન નિરર્થક જાને ન પાયે.

વહ યોગ્યતા દો સત્કર્મ કર લું, અપને હૃદયમેં સદ્ભાવ ભર લું
નરતન હૈ સાધન, ભવસિંધુ તર લું, ઐસા સમય ફિર આયે ન આયે.
હે નાથ, અબ તો ઐસી દયા હો, જીવન નિરર્થક જાને ન પાયે.

હે નાથ, મુઝે નિરાભિમાની બના દો, મૈં હું તુમ્હારી આશા લગાયે.
હે નાથ અબ તો ઐસી દયા હો, જીવન નિરર્થક જાને ન પાયે,
યહ મન ન જાને ક્યા ક્યા કરાયે, કુછ બન ન પાયે અપને બનાયે.

144
64

He Nath Aba To Eisi Daya Ho

He Nath Aba To Eisi Daya Ho, Jeevan Nirarthak Jane Na Paye;
Yah Mana Na Jane Kya Kya Karaye, Kuchha Ban Na Paye Apane Banaye.

Sansarmen Hee Asakta Rah Kar, Dina-Rat Apane Matalabki Kah Kar,
Sukh Ke Liye Lakho Dukh Sah Kar, Yah Din Abhitak Yonhee Bitaye
He Nath Aba To Eisi Daya Ho, Jeevan Nirarthak Jane Na Paye

Aisa Jagado Phir So Na Jaun, Apane Ko Nishkam Premi Banaun
Mein Apako Chahun Aur Paun, Sansarka Bhay Rah Kuchha Na Jaye
He Nath Aba To Eisi Daya Ho, Jeevan Nirarthak Jane Na Paye

Vah Yogyata Do Satkarma Kar Lun, Apane Hrudaymen Sadbhav Bhar Lun
Nartan Hai Sadhan Bhav Sindhu Tar Lun, Aisa Samay Phir Aye Na Aye
He Nath Aba To Eisi Daya Ho, Jeevan Nirarthak Jane Na Paye

He Nath Muze Nirabhimani Banado, Mein Hun Tumhari Asha Lagaye
He Nath Aba To Eisi Daya Ho, Jeevan Nirarthak Jane Na Paye;
Yah Mana Na Jane Kya Kya Karaye, Kuchha Ban Na Paye Apane Banaye

145
૬૫

હે દયામય આપ હી

હે દયામય ! આપ હી સંસારકે આધાર હો.
આપ હી કિરતાર હો હમ સબ કે પાલનહાર હો.
જન્મદાતા આપ હી માત પિતા ભગવાન હો.
સર્વ સુખદાતા સખા ભ્રાતા હો તન ધન પ્રાણ હો.
આપ કે ઉપકાર કા હમ ઋણ ચુકા સકતે નહીં
બિન કૃપા કે શાંતિ સુખ કા સાર પા સકતે નહીં.
દિજીયે વહ મતિ બને હમ સદ્ગુણી સંસારમેં.
મન હો મંજુલ ધર્મમય ઔર તન લગે ઉપકાર મેં.

હે ઈશ બહુ ઉપકાર તુમને સર્વદા હમ પર કિયે.
ઉપકાર પ્રતિ ઉપકાર મેં ક્યા દૂં તુમ્હેં ઈસ કે લિયે.
હૈ ક્યા હમારા સૃષ્ટિ મેં યહ સૃષ્ટિ સબ તુમ સે બની.
સતત ઋણી હૈં હમ તુમ્હારે તુમ હમારે હો ધની.
લોક શિક્ષા કે લિયે અવતાર થા જિસને લિયા
નિર્વિકાર નિરીહ હોકર નર સદૃશ કૌતુક કિયા.
શ્રી રામ નામ લલામ જિસકા સર્વ મંગલ ધામ હૈ
પ્રથમ ઉસ સર્વેશ કો શ્રદ્ધા સમેત પ્રણામ હો.
હે દેવ દેવ પ્રણામ દેવ, પ્રણામ લાખોં બાર હો.
ફિર પ્રણામ ! પ્રણામ નાથ ! પ્રણામ બારંબાર હો.

146
65

He Dayamay Apahee

He Dayamay Apahee Sansarke Adhar Ho
Apahi Kirtar Ho Ham Sabake Palanhar Ho
Janma Data Apahi Mata Pita Bhagwan Ho
Sarva Sukh Data Sakha Bhrata Ho Tan Dhan Pran Ho
Apake Upakarka Ham Runa Chuka Sakate Nahin
Bin Krupake Shanti Sukhaka Sar Pa Sakate Nahin
Dijiye Vah Mati Bane Ham Sad-Guni Sansar Mai
Mana Ho Manjul Dharma May Aur Tana Lage Upakar Mai

He Isha Bahu Upkar Tumane Sarvada Ham Par Kiye
Upakar Prati Upakar Mai Kya Dun Tumhe Isake Liye
Hai Kya Hamara Srushti Mai Yah Srushti Sab Tumase Bani
Satat Runi Hai Ham Tumhare Tum Hamare Ho Dhani
Loka Shikshake Liye Avatar Tha Jisne Liya
Nirvikar Niriha Hokar Nara Sadrusha Kautuk Kiya
Shree Rama Nama Lalama Jisaka Sarva Mangal Dham Hai
Pratham Oosa Sarveshako Shraddha Sameta Pranam Ho
He Deva Deva Pranam Deva, Pranam Lakho Bar Ho
Phir Pranam ! Pranam Nath ! Pranam Baram Bar Ho

147
૬૬

ગુરુ કૃપાંજન પાયો

ગુરુ કૃપાંજન પાયો મેરે ભાઈ,
રામ બિન કછુ જાનત નહિ.
પ્રભુ બિન કછુ જાનત નહિ ગુરુ કૃપાંજન...
અંતર રામહી બાહિર રામહી
જહાં દેખો તહાં રામહી રામહી ગુરુ કૃપાંજન...
જાગત રામહી સોવત રામહી.
સપને મેં દેખો રાજા રામહી રામહી ગુરુ કૃપાંજન...
એકા જનાર્દન ભાવકી નીકા.
જો દેખો સો રામ સરીખા ગુરુ કૃપાંજન...

ૐ સહ નાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ ।
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ।
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ॥

બ્રહ્માર્પણં બ્રહ્મ હવિર્ બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્
બ્રહ્મૈવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મ સમાધિના.

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ।
ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ

બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિમ્
દ્વન્દ્વાતીતં ગગનસદૃશં તત્ત્વમસ્યાદિલક્ષ્યમ્
એકં નિત્યં વિમલમચલં સર્વધીસાક્ષિભૂતમ્
ભાવાતીતં ત્રિગુણરહિતં સદ્ગુરું તં નમામિ
શ્રી સદ્ગુરુ દેવકી જય

148
66

Guru Krupanjan Payo

Guru Krupanjan Payo Mere Bhai,
Rama Bina Kachhu Janat Nahi
Prabhu Bina Kachhu Janat Nahi Guru Krupanjan...
Antar Ramahi Bahir Ramahi
Janha Dekho Tanha Ramahi Ramahi Guru Krupanjan...
Jagat Ramahi Sovat Ramahi;
Sapanemen Dekho Raja Ramahi Ramahi Guru Krupanjan...
Eka Janardani Bhavki Nika
Jo Dekho So Rama Sarikha Guru Krupanjan...

Aum Saha Navavatu Saha Nou Bhunaktu Saha Viryam Karvavahei,
Tejaswinavadhitamastu Ma Vidvishavahei,
Aum Shanti Shanti Shanti

Brahmarpanam Brahma Havir Brahmagnou Brahmana Hutam
Brahmeiva Tena Gantavyam Brahma Karma Samadhina

Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwarah
Guru Sakshat Para Brahma Tasmei Shree Gurave Namah

Brahma Nandam Parama Sukhadam Kevalam Gnan Murtim
Dwandwa Teetam Gagana Sadrusham Tatva Masyadi Lakshyam
Aekam Nityam Vimalam Achalam Sarvadhi Sakshi Bhootam
Bhavatitam Triguna Rahitam Sadgurum Tam Namami
Shree Sadguru Deva Ki Jay

149
૬૭

હરિ ૐ તત્સત

હરિ ૐ તત્સત શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું,
સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું,
બ્રહ્મ મઝદ તું, યહવ શક્તિ તું, ઈશા પિતા પ્રભુ તું,
રુદ્ર વિષ્ણુ તું, રામકૃષ્ણ તું, રહીમ તાઓ તું,
વાસુદેવ ગૌ, વિશ્વરૂપ તું, ચિદાનંદ હરે તું,
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું,
હરિ ૐ તત્સત શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું,
સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું,
સવિતા પાવક તું, સવિતા પાવક તું.

150
67

Hari Aum Tat-Sat

Hari Aum Tat-Sat Shree Narayan Tun, Purushottam Guru Tun,
Siddha Buddha Tun, Skanda Vinayak Savita Pavak Tun,
Braham Mazad Tun, Yahav Shakti Tun, Isha Pita Prabhu Tun,
Rudra Vishnu Tun, Rama Krishna Tun, Rahim Tao Tun,
Vasudev Gau Vishva Roop Tun, Chidanand Hare Tun,
Adwitiya Tun, Akal Nirbhaya, Atmaling Shiva Tun
Hari Aum Tat Sat Shree Narayan Tun, Purushottam Guru Tun,
Siddha Buddha Tun, Skanda Vinayak Savita Pavak Tun,
Savita Pavak Tun, Savita Pavak Tun.

151
૬૮

શ્લોક

... ૧ ...
ભૂમિ મંગલમ્ (૨) ભૂમિ મંગલમ્ (૨)
ઉદક મંગલમ્ (૨) ગગન મંગલમ્ (૨)
સૂર્ય મંગલમ્ (૨) ચંદ્ર મંગલમ્ (૨)
વાયુ મંગલમ્ (૨) અગ્નિ મંગલમ્ (૨)
જીવ મંગલમ્ જગત મંગલમ્ (૨)
મનો મંગલમ્ આત્મ મંગલમ્ (૨)
સર્વ મંગલમ્ (૩)
સર્વ મંગલમ્ ભવતુ ભવતુ ભવતુ
ભવતુ ભવતુ ભવતુ

... ૨ ...
ૐ સહનાવવતુ । સહ નૌ ભુનક્તુ । સહ વીર્યં કરવાવહૈ ।
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ।
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥
હરિ ૐ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ૐ

... ૩ ...
ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્પૂર્ણમુદચ્યતે ।
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॥
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥
હરિ ૐ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ૐ

... ૪ ...
સબકા કલ્યાણ, સબ રહેં સુખી
કોઈ ના હો દુઃખી, સબ કા હો મંગલમ્

... ૫ ...
પૂરબ મેં પશ્ચિમ મેં ઉત્તર મેં દક્ષિણ મેં
પહાડોં મેં સમંદર મેં વન મેં જંગલ મેં
જન જન કે જીવન મેં
શાંતિ હો શાંતિ હો શાંતિ હો ॥

152
68

Shlok

... 1 ...
Bhoomi Mangalam (2) Bhoomi Mangalam (2)
Udak Mangalam (2) Gagan Mangalam (2)
Soorya Mangalam (2) Chandra Mangalam (2)
Vayu Mangalam (2) Agni Mangalam (2)
Jiv Mangalam Jagat Mangalam (2)
Mano Mangalam Aatma Mangalam (2)
Sarva Mangalam (3)
Sarva Mangalam Bhavatu Bhavatu Bhavatu
Bhavatu Bhavatu Bhavatu

... 2 ...
Om Sahanavavatu Saha Nau Bhunaktu
Saha Viryam Karvavahai, Tejasvinavadhitamastu
Ma Vidvishavahai Om Shanti Shanti Shanti
Hari Om Shri Gurubhyo Namah Hari Om

... 3 ...
Om Purnamadah Purnamidam Purnat-Purnamudachyate
Purnasya Purnamadaya Purnamevavashishyate
Om Shanti Shanti Shanti
Hari Om Shri Gurubhyo Namah Hari Om

... 4 ...
Sabka Kalyan, Sab Rahe Sukhi
Koi Na Ho Dukhi, Sabka Ho Mangalam

... 5 ...
Poorab Me Paschim Me Uttar Me Dakshin Me
Pahado Me Samandar Me Van Me Jangal Me
Jan Jan Ke Jivan Me
Shanti Ho Shanti Ho Shanti Ho

153

નોંધ · Notes

154

સર્વ મંગલમ્ ભવતુ

May all beings be blessed

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

ભજનાવલિ

BHAJANAVALI

સર્વ પ્રસંગેFor Every Occasion
સ્વામિનારાયણ કીર્તનSwaminarayan Kirtans
સાંઈબાબા ભજનSai Baba Bhajans
ભજન સંગ્રહThe Bhajan Collection

શ્રી કૃષ્ણઃ શરણં મમ

સંકલન · Collated by Rakesh Sudhirchandra Patel
સત્સંગ માટે · For satsang use

To order your customised copies go to bhajanbook.com